________________
"૧૩૯
અને આસપાસના પ્રદેશથી અમે થોડા પરિચિત થયાં. નૈનીતાલ પહોંચ્યા બાદના શરૂઆતના બે-ત્રણ દિવસ અમે બહુ ફરી ન શકયાં, કારણ કે અમે હજુ અજાણ્યાં હતાં અને એવામાં વળી બીજે દિવસે રાત્રિના બહેન મેનાને દાઢ સખત દુ:ખવા આવી. એટલે તે માટે કયા ડોકટર પાસે જવું અને શું કરવું તેની ઉપાધિમાં પડ્યાં. ત્યાં બહુ કુશળ લેખાતે એક જર્મન ડોકટર છે, જે ત્યાં વર્ષોથી રહે છે અને દાંતના ઉપચારનું કામ કરે છે. ડૉકટર આધેડ ઉંમરને છે અને તેની એક બહેન કુંવારી આધેડ ઉંમરની છે, જે પોતાના ભાઈને દાંતના ઉપચારકાર્યમાં ખૂબ મદદ કરે છે. તે ડોકટરને પત્તો મેળવ્યો. અને તેણે ત્રણ દિવસના ઉપચાર વડે બહેન મેનાનું દુ:ખ હળવું કરી નાખ્યું. ત્યારબાદ આખા પ્રવાસ દરમિયાન સદ્ભાગે બહેન મેનાને દાંતની કશી ઉપાધિ ન નડી. છે. હરિવંશજ કચાર અને તેમનાં પત્ની શાન્તાબહેનને પરિચય
આ પ્રવાસ ઉપર નીકળતાં મનમાં બે લક્ષ્ય હતાં : એક તો, નૈનીતાલ બાજુનાં જોવાલાયક સ્થળમાંથી બને તેટલાં સ્થળો જેવાં; અને બીજું, જુદા જુદા સ્થળે રહેતી વિશેષ વ્યક્તિઓનાં નામઠામ. ઠેકાણાં અને શકય હોય તેમની ઉપરના પરિચય મેળવીને તેમને મળવું, તેમનો થોડેઘણે પરિચય સાધવો. આ રસ્તે નૈનીતાલની સરકારી કોલેજમાં શીખવતા ડે. હરિવંશજ કચરને શરૂઆતના દિવસ દરમિયાન જ હું અને મારા એક મિત્ર ભાઈ રસિકલાલ ઝવેરી (જેઓ પણ નૈનીતાલના પ્રવાસે અમારી સાથે આવેલા હતા) તેમને મળવા ગયા. સ્વામી આનંદ છેલ્લા છ-સાત વર્ષથી ગરમ મહિનાઓ દરમિયાન મોટા ભાગે આ બાજુએ આવેલા કૌસાની ગામમાં રહેતા હતા. તેમને ડે. કેચરના કુટુંબ સાથે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org