________________
૧૧.
પ્રકારે ચાલી આવી છે અને જે અનન્તકાળ સુધી એમ ને એમ ચાલવાની છે. આજની સામાજિક પરિસ્થિતિ ગઈ કાલનાં સામાજિક કર્માનું પરિણામ છે. સમાજ સમૂહપ્રયત્ન વડે સમૂહતપ વડે આખી પરિસ્થિતિમાં ધાર્યાં પલટો લાવી શકે છે. આ શ્રહ્મા આપણા સમાજમાં કેળવવાની ખૂબ જરૂર છે. સમાજની વર્તમાન સ્થિતિને કના નામે ટકાવી રાખવાના સમાજના ધર્માધિકારીએ તેમ જ સત્તાધીશેા ચાલુ પ્રયત્ન સેવે છે. કના નામે સ્ત્રી જાતિની ગુલામીદશા ટકાવવામાં આવે છે, વિધવાને વૈધવ્યને વળગી રહેવાનુ` કહેવામાં આવે છે, " અસ્પૃશ્ય ને અસ્પૃશ્યતા સાથે બાંધી રાખવામાં આવે છે, ગરીબને ગરીબાઈમાં સડવા દેવામાં આવે છે. આ બધી કસિદ્ધાન્તના નામે ચાલતી છેતરપીંડી નિમૂળ કરવી જોઈ એ અનેક સિદ્ધાંતમાંથી જ સમાજક્રાન્તિનુ બળવાન આંદોલન ઊભું કરવુ જોઈ એ.
'
આજે સામાજિક સુધારણાનાં જે વિશિષ્ટ 'ગા છે તે સબ’ધમાં, સદ્ભાગ્યે, જૈનધર્મનાં મૂળ મન્તવ્યાની જરા પણ પ્રતિકૂળતા નથી, એટલું જ નહિ પણ સ્ત્રી અને પુરુષની તેમ જ ભિન્ન ગણાતા વર્ષા કે જાતિની સરખામણીની ભાવના ઉપર જ આખા જૈન ધર્માંત ઇમારત રચાયેલી છે. તેથી સિદ્ધાંતની દષ્ટિએ જે હક્ક અને અધિકાર પુરુષની જાતિ ભાગવે છે તે જ હક્ક અને અધિકારની સ્ત્રીજાતિને ના પાડી શકાય જ નહિ, તેમ જ મનુષ્યત્વના સામાન્ય હો પરત્વે બ્રાહ્મણ, શુદ્ર કે અસ્પૃસ્યના ભેદ કરી શકાય નહિ. આમ હાવાથી આપણે ત્યાં બાળલગ્ન સ ંભવી શકે જ નહિ, વિધવાવિવાહ સામે વિરાધ થઈ શકે જ નહિ, સ્ત્રીજાતિ પ્રત્યે અનાદર કે અન્યાયભરી વણૂક દાખવી શકાય જ નહિ, આપણા માથે જાતિ, જ્ઞાતિ, ધેાળ કે તડનાં બંધન હોઈ શકે જ નહિ, આપણે ત્યાં અસ્પૃશ્યતા ઘડીભર પણ ટકે જ નહિ, સામાજિક વહેમ કે કુપ્રથાએ આપણા વ્યવહારશ્વનને જરા પણ કુતિ કરી શકે જ નહિ. આમ
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org