________________
સૂચનાઓ પાછળ જન સાધુઓને તેમના આચારમાં શિથિલ અથવા તે દેહલક્ષી બનાવવાનો આશય રહે છે. સાધુઓ સંબંધમાં સંયમ •ઉપર જેટલે ભાર મૂકાય તેટલે ઓછો છે. એમાં કેઈ શક નથી કે સાદાઈ અને ખડતલપણું એ સાધુજીવનનાં મુખ્ય લક્ષણે છે. સમાજને તેમને ભાર બને તેટલો ઓછો લાગે તેમ જ તેમણે વર્તવાનું છે. પણ જૈન સમાજ નિરપેક્ષ જીવન જીવવાનું હોય તેવા ખ્યાલ ઉપર રચાયેલ છે જ્યારે આજે એ કલ્પના તદ્દન લુપ્ત થઈ ગઈ છે અને તેમનું જીવન, આચાર, વિચાર, વ્યવહારુ વિહાર બધું કાંઈ સમાજસાપેક્ષ બનેલ છે. તેઓ શબ્દથી સર્વવિરતિ કહેવાય છે, પણ આચારમાં તેઓ અનેક પ્રકારની સમાજ પાસેથી અપેક્ષા રાખતા હેઈને ગૃહસ્થની અપેક્ષાએ ઘણા જ મોટા પ્રમાણમાં પણ દેશવિરતિનું જીવન તેઓ ગાળે છે. સમાજ પણ તેમની પાસેથી અનેક પ્રકારની સુધી યા આડકતરી સેવાઓની અપેક્ષા રાખતો થયો છે. ગૃહત્યાગ કરીને દીક્ષા લેનાર સાધુ સમાજથી છૂટો થતો જ નથી. સમાજ પ્રત્યેનું ઋણ તેમણે અદા કરવાનું જ છે. તેના જીવનની ભાત બદલાતી હોઈને તેની સમાજસેવા માટેની યોગ્યતા ઘટવાને બદલે વધે છે. વળી સમાજની સભ્યતાનું ધેરણ ધ્યાનમાં લઈને તેમના આચારનું જરૂરી પરિવર્તન કરવામાં આવે તેથી તેઓ દેહલક્ષી બની જશે એવી આશંકા સેવવાનું લેશ પણ કારણ નથી. દાંત સાફ કરવા, નહાવું કે કપડાં સ્વચ્છ રાખવાં એટલે કે શરીર માટેની આવશ્યક સ્વચ્છતાને અમલ કરવો તે આત્મશીલતાનું બાધક નથી પણ સાધક છે. ખાસ કરીને સમાજ -વચ્ચે રહેનાર ફરનાર અને સામાજિક કાર્યો કરવાની એષણા ધરાવનાર સાધુએ સમાજે નિશ્ચિત કરેલા સભ્યતા, સ્વચ્છતા, સુઘડતાના ધોરણના અમુક અંશને અપનાવવા જ જોઈએ.
આ રીતે વિચારતાં દિગંબર સાધુઓનું નગ્નત્વ પણ આજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org