________________
(૨) મૂર્તિને શણગારવાની અને આંગી આભૂષણ ચઢાવવાની
પ્રથા જન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે જરા પણ બંધબેસતી નહિ હોવાથી તે પ્રથાનો સર્વત્ર નિષેધ થવો જોઈએ.
(૩) બિનજરૂરી નવાં મંદિર બંધાવવા પાછળ તેમ જ ચાલુ
મંદિરોના બિનજરૂરી શુભાશણગાર નિભાવવા પાછળ થતે દ્રવ્યને પુષ્કળ વ્યય બંધ થવો જોઈએ.
(૪) મંદિરોને સારી રીતે નિભાવતાં બચતી આવકને તેમ
જ એકત્ર થયેલી મૂડીને જનકલ્યાણનાં કાર્યોમાં ચાલુ ઉપયોગ થવો જોઈએ.
(૫) શ્વેતાંબર કે દિગંબર મૂર્તિ એક જ ઈષ્ટદેવને મૂર્ત
સ્વરૂપ આપવાનો પ્રયત્ન હોઈને તે બન્ને વચ્ચે આજ સુધી કેળવવામાં આવેલી ભેદની દીવાલે અર્થ વિનાની અને બિનજરૂરી છે–આ પ્રકારની સમબુદ્ધિ સર્વત્ર કેળવાવી જોઈએ.
આ દૃષ્ટિ અને વલણ સ્વીકારતાં મૂર્તિપૂજા સંબંધમાં આપણી વચ્ચેના મતભેદનું સહેજે એકીકરણ થઈ શકશે અને આપણને એકત્ર બનાવવામાં આડે આવતી મોટી આડખીલી દૂર થશે. આ ધોરણ સ્વીકારતાં એ તે સ્પષ્ટ જ છે કે જેઓ મૂર્તિપૂજાને લગતી ચાલુ પ્રથાને ઉપાસક છે તેમ જ જેઓ મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છે તેમને આપણી પ્રવૃત્તિમાં સામેલ થવા માટે અવકાશ રહેશે નહિ.
.
આવી જ રીતે સાધુઓના સંબંધમાં આપણે જાહેરાત કરવાની ચિ. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org