________________
ત્યાં બિનજરૂરી ગંજાવર દેવાલયો ઊભાં કરાવવામાં જ પિતાના સાધુપણાની સાર્થકતા સમજાણી છે. સાધુઓમાં ઘણાખરા સ્થિતિચુસ્ત છે, કેટલાક નવા વિચારના વાઘા પહેરીને ફરે છે પણ અંદરનો રંગ તો એવો ને એવો જ હોય છે. કોઈ કોઈ એવા છે કે જેના ઉપર નવા પ્રવાહની છાયા પડી છે તે તેમનામાં કેવળ. ભીરુતા જ ભરેલી હોય છે. આ રીતે જોતાં આ વર્ગ તરફથી કશી પણ આશા રાખવી એ વ્યર્થ છે. ઊલટું તેઓની સત્તાન સમાજપ્રગતિના પ્રતિરોધક બળ તરીકે જે ઉપયોગ થઈ રહ્યો છે તે ઉપયોગની બને તેટલી અટકાયત કરવાના ઉપાયો જવાની આજે જરૂર ઊભી થઈ છે.
આપણી પ્રજાના માનસ ઉપર વેશપૂજાનો મહિમા વર્તે છે. સાધુસંન્યાસીના વેશ પાછળ આપણી પ્રજા ગાંડી છે. આ મોહિનીમાંથી લોકોને મુક્ત કરવા જોઈએ. વેશ પલટવાથી માણસ પલટતો નથી અને ઊંચી કક્ષાએ પહોંચવાના અભિલાષી મુમુક્ષુને બાહ્ય વેશ બદલવાની જરા પણ જરૂર નથી. આ વાત જનતાના ચિત્ત ઉપર ઠસાવવી જોઈએ. વળી ત્યાગી સંન્યાસીના વેશ નીચે જે નાટક ભજવાતાં હોય અને જે અપકૃત્યો અને પાખંડે ચાલતાં હોય તે પણ આપણે ખુલ્લા પાડતાં રહેવું જોઈએ. આમ કરવાથી પ્રજાની એક કાળે જરૂર આંખ ઊઘડશે અને તે વેશને છોડીને ગુણને શોધતી થશે.
જગતભરનું કલ્યાણ સાચા સાધુઓ ઉપર નિર્ભર છે એમાં જરા પણ શંકા નથી. પણ આજે સાધુજીવનને લગતી જે કલ્પનાએ કેટલાય કાળથી રૂઢ થયેલી છે તે નવા વિચાર અને દકિટ સાથે બંધબેસતી નથી. એક કાળ એ હતું કે કોઈ માણસ સંસાર છોડીને આત્મસાધના કરવા ચાલી નીકળતે તો સમાજ તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org