________________
૨૯
જેવી રીતે છેલ્લામાં છેલ્લું સારીઅન (આ દુનિયામાંથી લુપ્ત થયેલી એક પશુ જાતિનું હાથી કરતાં પણ ઘણા વધારે મેાટા કદવાળું પ્રાણી) આ દુનિયામાં મેાટામાં માટું પ્રાણી હતું તેવી જ રીતે આ દુનિયાનું આગામી આખરી યુદ્ધ ખરેખર સૌથી મોટું અને:ભયાનકમાં ભયાનક હશે. આજની સહારક વૈજ્ઞાનિક શક્તિ અને રચનાઓ વડે યુદ્ધ શકય તેટલા વિરાટ સ્વરૂપને પડુાંચી ચૂકયું છે. હવે તે એ શક્તિ અને રચનાએ યુદ્ધને જ મારી નાખવાનુ રહે છે.
લડાઈને લીધે આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ચાલુ રાખવાની લાયકાત ધરાવતી પ્રજાને મા` મેાકળા થાય છે. લડાઈ આક્રમણકારી હાય છે તેમ આત્મરક્ષણને અર્થે પણ પ્રજાને લડવાની ફરજ પડે છે. લડાઈમાં માનવતાનું તત્ત્વ દાખલ કરી શકાય તેમ છે. લડાઈ જાતીય નિર્ભેળપણું ટકાવી રાખવા માટે ઉપયાગી છે-આ બધી ભ્રમણાઓ છે અને એમાં છેવટની ભ્રમણા તા ભારે ભયાનક અને અનકારક છે. આજે એક પણ શુદ્ધ નિભેળ-જાતિ છે અથવા તેા શુદ્ધ યુરાપિયન એવી કોઈ જાતિ છે એમ માનવાને કશું જ કારણ કે સાબિતી નથી.
વળી આજે રાષ્ટ્રીયતાના કે સ્વદેશાભિમાનને પણ ભારે અનર્થ થઈ રહ્યો છે. ખરી રીતે એ માણસ જ સાચા દેશભક્ત ગણાય કે જે પોતાના દેશનાં સારાં તત્ત્વાને ચાહે અને જે ખાટુ હાય તેના સામનેા કરે. આજની કલ્પનામાં તે। એજ દેશભક્ત ગણાય છે કે જે પેાતાની પ્રજાની સારી નરસી સ` વિશેષતાઓ વિષે પક્ષપાત ધરાવે છે. જેમ માણસનું ચારિત્ર નબળું તેમ તેનું સ્વદેશાભિમાન વધારે ઉત્કટ અને આવેશમય હાય છે. જો કાઈ પણ એક એવકુફ માણસ તેના જેવા ખીજા લાખા માણસા એકઠા કરી દેશમાં પેાતાની. બહુમતી ઊભી કરી શકે છે તે તે માણસ ગજ ગજ ઉછળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org