________________
પર
જાર અને સત્યાના પ્રજા માટે
જ બહુ જ ઓછું ધ્યાન આપ્યું. ઘણાખરાને મન ગાંધીજીને અસહકાર અને સત્યાગ્રહ રાજ્ય કરતી સત્તા ઉપર દબાણ લાવવાને જ એક સરળ અને નિઃશસ્ત્ર પ્રજા માટે કેવળ વ્યવહારુ ઉપાય હતો. આપણામાં ક્રોધ તે સ્વાભાવિક જ હતો અને પ્રતિપક્ષીને હૃદયપલટાની વાતને આપણુમાંના ઘણા ખરા હસતા. પથ્થર પીગળે પણ આવા પ્રતિપક્ષીનો હૃદયપલટો કદી થાય જ નહિ એમ આપણામાંના ઘણાખરા માનતા. આમ અહિંસાના મૂળ તત્ત્વને અન્તરથી નહિ સ્વીકારવા છતાં કેવળે રાજકીય હેતુ બર લાવવા માટે ગાંધીજીની યોજના સિવાય બીજો કોઈ માર્ગ વ્યવહારુ નથી, અને એ જનાને પ્રજા મોટા પાયા ઉપર અમલમાં મૂકે તે પરદેશી સત્તાને જરૂર સત્તાભ્રષ્ટ કરી શકાય એમ બુદ્ધિપૂર્વક સમજીને ગાંધીજીને અનેક સારા સારા માણસોએ સાથ આપ્યો અને એ સાથ આપતાં આવી પડેલી યાતનાઓ ભોગવી. અહીં આશ્ચર્યજનક તે એ જ છે કે અહિંસા દૃષ્ટિને ધ્યાનમાં રાખીને યોજાએલે કાર્યક્રમ શુદ્ધ રાજકીય દૃષ્ટિએ પણ એટલો વ્યવહારુ માલૂમ પડયો અને તેને લીધે શુદ્ધ અહિંસાપાલનમાં આપણામાંના માનનારા અને નહિ માનનારા સૌ આજ સુધી ગાંધીજીની આગેવાની નીચે સાથે ચાલ્યા. વચગાળે હિંદના અગિયાર પ્રાન્તોમાંથી સાત પ્રાન્તના રાજ્ય વહીવટની જવાબદારી કેગ્રેસે માથે લીધી. આ રાજ્યવહીવટ જ આપણને અથવા તે રાષ્ટ્રીય મહાસભાને ગાંધીજીથી છૂટું પાડનારું બળવાન નિમિત્ત બને તે સંભવ હતો. આ રાજ્યવહીવટ દરમિયાન નાના મોટા કોમી હુલ્લડો અથવા તે મજૂરોની હડતાળોના કેટલાક એવા પ્રસંગે બની ગયા કે જ્યારે કેગ્રેસ સરકારને રમખાણે અને હુલ્લડે દબાવવા ખાતર લશ્કરી બળનો ઉપયોગ કરવો પડે. આ સામે ગાંધીજી બહુ જોરથી લખતા રહ્યા, એમ છતાં રાષ્ટ્રીય મહાસભા સાથે તેમને સંબંધ કાયમન કાયમ રહ્યો. યુપીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org