________________
થતી તે નિરખે છે. અહિંસા, ધર્મ, સત્ય, ન્યાય નીતિના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતે માનવી પાછે ઠોકર ખાઈને પડયો છે અને માણસ પણ આખરે તે પશુ જ છે? એવી ભ્રાતિ સેવી રહ્યો છે. પણ એથી નિરાશ બનવાનું કશું જ કારણ નથી. હજુ માણસ હિંસાથી ધરા નથી એટલે વારંવાર તે હિંસાના ચકડોળે ચઢે છે અને ઘુમરીઓ ખાધા કરે છે. પણ માણસ એક વાર હિંસાથી ત્રાસવાન છે, હિંસાની નિષ્ફળતા જ માત્ર નહિં પણ તેની ઘાતક પરંપરા તેના દિલમાં ઊતરવાની છે. સંભવ છે કે ગાંધીજી કહે છે તેમ આજે ચાલી રહેલી લડાઈ હિંસાની છેલ્લી હેળી બનેઃ કારણ કે આજના યુદ્ધમાં ચાલી રહેલા અગણિત નિર્દોષ માનવીઓને સંહાર આપણા દિલમાં હિંસા અને હિંસક પ્રવૃત્તિઓ પ્રત્યે એકાન્ત અને મર્મસ્પશી જે ધૃણા નિપજાવી રહ્યો છે તે જે સ્થાયી સ્વરૂપ પકડે તે જરૂર માનવજાત હિંસાના માર્ગેથી પાછી ફરે અને જેવી રીતે નિરામિષાહારી કોઈપણ સંયોગોમાં માંસાહારનો વિચાર સરખો કરતા નથી તેવી જ રીતે કેવળ હિંસા હિંસા અને હિંસાથી થાકેલી, ત્રાસેલી કંટાળેલી માનવજાત પિતાને કોઈ પણ હેતુ કે કે સ્વાર્થ સિદ્ધ કરવા ખાતર એક પણ માનવીને જરાપણ ઈજા પહોંચાડવાનો કદી વિચાર નહિ સેવે. એ સમય આવશે ત્યારે અહિંસા ઉપદેશ કે સમજાવટને વિષય નહિ રહે, પણ માનવ જીવનની એક સ્વાભાવિક વૃત્તિ બની જશે.
આજ સુધીની દુનિયાની પરિસ્થિતિનું એક બીજું તત્ત્વ પણ વિચારવા જેવું છે. આજની અવનવી વૈજ્ઞાનિક શોધેએ દુનિયાની
સ્થૂલ દિવાલો તોડી નાંખી છે, દૂર ગણાતા દેશે નજીક આવ્યા છે. વિમાને એક ખંડમાંથી બીજા ખંડમાં જોતજોતામાં જઈ શકે છે. રેડીઓની શોધ વડે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી બીનાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org