________________
પ્રજામાં સ્વતંત્ર રીતે વિચાર અને વર્તન કરતી વ્યક્તિઓ જેમ ઓછી તેમ તે પ્રજાનું દેશાભિમાન વધારે ઉગ્ર જોવામાં આવે છે પણ દેશની આવી પરસ્પર વિરુદ્ધ પરિસ્થિતિ દેશાભિમાનને છેલ્લે ભડકે છે એમ આપણે સમજી લેવું જોઈએ. સંકુચિત દેશાભિમાનના દિવસો ગયા છે. દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ નવી સમસ્યાઓ અને નવા દષ્ટિકોણ ઊભાં કરે છે. સમગ્ર માનવજાતના જીવન્ત એકીકરણ પ્રત્યે આપણે ખેંચાઈ રહ્યા છીએ. આજના વાવંટોળ અને તેફાની ઝાડીઓ પાછળ એક મહાન માનવસંસ્થાના સ્વાસ્થ, એકતા અને શાન્તિભર્યા ઉગમનું આછું દર્શન થઈ રહ્યું છે.
આવી વ્યાપક માનવતાને વિશ્વબંધુત્વને અનુભવ કરાવે એ બૌદ્ધ ધર્મનું ધ્યેય હતું. પ્રીસ્તી ધર્મનું પણ ધ્યેય હતું. પણ બૌદ્ધ ધર્મ કાલાન્તરે સંકુચિત બનતા ગયા અને પિતાનું ધ્યેય પાર પાડવામાં નિષ્ફળ નીવડ. ખ્રીસ્તી ધર્મને પણ જ્યારથી રાજકારણ સાથે જોડવામાં આવ્યો ત્યારથી તેની મહત્તા વિશાળતા લોપાવા માંડી. જે જીવનદર્શન એ બન્ને ધર્મના પ્રણેતાઓને હતું તે જીવનદર્શનને આજે આપણે પુનઃ માનવજાતના હૃદયમાં વિકસાવવું રહ્યું અને વસુધાવ્યાપી એકતાનું દુન્યિાની ભિન્ન ભિન્ન પ્રજાઓને સાચું ભાન કરાવવું રહ્યું.
આ એકરૂપતા કેવળ ખાલી કે કલ્પનાની વસ્તુ નથી. તે નક્કર સત્ય છે. આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે માબાપમાં રહેલું ચોક્કસ જીવનતત્ત્વ બાળકોમાં ઊતરે છે અને તે બાળકમાં ઊતરેલું જીવનતત્ત્વ તેમની પ્રજામાં ઊતરતું ચાલે છે. આ રીતે ચોકકસ વનતો પેઢી દર પેઢી ફેલાયા જ કરે છે. આ રીતે વિચારતાં આપણને લાગ્યા વિના નહિ રહે કે દુનિયાના સર્વે માનવીઓ કેઈ એક સમાન અને સર્વ સાધારણ જીવનતત્વથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org