________________
૧૨
શિક્ષણપ્રદાનની લૂલીપાંગળી વ્યવસ્થા અંગ્રેજ સરકારે આપણા માટે કરી છે તેનો સમગ્ર પ્રજાને પૂરેપૂરો લાભ મળે તેવી સુગમતા કરી આપવી તે દરેક દેશજનનું પ્રથમ કર્તવ્ય છે.
શિક્ષિત વક છે એ સુવિદિત છે. આમાં વર્તમાન શિક્ષણ
આપણે કેટલેક સાધુ તેમજ શ્રાવકવર્ગ વર્તમાન શિક્ષણપ્રચારથી વિરુદ્ધ છે એ સુવિદિત છે. આમાં અમુક અંશે આપણે શિક્ષિત વર્ગ દોષપાત્ર હશે, પણ વિશેષ કરીને શિક્ષણ પ્રત્યે વિરુદ્ધતા દર્શાવનાર વર્ગની વિચારસંકુચિતતા તથા કાળનું વહેણ કઈ દિશાએ છે તેની અજ્ઞતા ઉપાલંભને પાત્ર છે. દેશ કાળ અનુસાર ધર્મનું સ્વરૂપ રચાવું જોઈએ તેને બદલે બે હજાર વર્ષ પહેલાં પ્રચલિત ધર્મ અનુસાર દેશ કાળને બનાવવાનો ઘણી વખત મિથ્યા પ્રયાસ થતે જોવામાં આવે છે. નિવૃત્તિ પ્રવૃત્તિ દરેક ધર્મની બે બાજુ છે. શાન્ત અને સુખમય સમૃદ્ધિપ્રાય સ્થિતિમાં ધર્મોપદેશ નિવૃત્તિપ્રધાન હોય છે, આપત્તિનાં વાદળો ઘેરાય અને સ્થિતિકલહ તીવ્ર બને ત્યારે ધર્મ પણ પ્રવૃત્તિપ્રધાન બન જોઈએ. આ કાળાન્ત કે સ્થિત્યન્તરથી આપણે કેટલેક વિચારક વર્ગ તદ્દન અજ્ઞ છે એ ખરેખર શોચનીય છે.
એ પણ ખરું કે વર્તમાન સંસ્કૃતિ જડવાદી છે અને તેથી અત્યારે અપાતા શિક્ષણમાં જડવાદને પોષે તેવાં કેટલાંક તત્તવો દેખાય છે જે અવશ્ય ભયપ્રદ છે. આ જડવાદનાં તોનું ધાર્મિક શિક્ષણથી કેટલેક અંશે નિવારણ થઈ શકે તે સત્ય છે, પણ અંગ્રેજ સરકારે આ વિષયમાં કેટલાંક કારણોને અંગે ઉપેક્ષા દર્શાવી છે. જે ધાર્મિક શિક્ષણની સ્વતંત્ર રીતે આપણાથી કેટલીક સગવડતા થઈ શકે તે વર્તમાન શિક્ષણની એક મોટી ખામી દૂર થાય અને ઉછરતી પ્રજામાં જડવાદી બનવાને ભય છે થાય.
આ ઉપરથી સહજ સમજાશે કે વર્તમાન શિક્ષણનું ઉચ્છેદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org