________________
પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં જઈ ત્યાં બિરાજતા મુનિવરોના દર્શન કર્યા વદ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરોની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “નાવ નિચ pagવાસાદિ સુવિદ વિવિ” ને બદલે “નારીવઘgવામિ રિવિદં રિવિઝ” બેલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે વિનોદકુમાર ! તમે આ શું કરે છે? તેનો જવાબ આપવાને બદલે “સ વોસિરા”િ બોલી પાઠ પૂરે કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને મેં વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરોબર છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈપણ પ્રકારની આજ્ઞા હાય તે ફરમાવે.”
તેજ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી સમરથમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પોતાની પાસે બેલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી, કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખો જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકને સાથે લઈ શકે, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલો કે “જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવે.
શ્રી વિનેદમુનિના શ્રી સમરથમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનનો ચતુર્વિધ સઘ વિચારમાં પડી ગયા અને મુનિશ્રીઓ પર સંસારીઓને કેઈ પણ પ્રકારનો નિષ્કારણ હમલે ન આવે તે માટે વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનોદમુનિએ પિતાના હસ્તાક્ષર નિવેદન શ્રીસંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સારા નીચે મુજબ છે
મારા માતા-પિતા મહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “બૉણ જીવિ મા પ્રમ ”ને આધારે હું એક ક્ષણ પણ દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબવગેરએ મને મારી દીક્ષા માટે વિચારી પછી પગલું ભરવાનું કહેલ પરંતુ મને