________________
૧૧
લશ્કરના સામના કરી ખાળી રાખવાને નિર્ણય કર્યો જેથી પરમહંસ ખેંચી જાય. ઘેાડીવારમાં લશ્કરના ભેટા થઈ ગયા. ખુખ તુમુલ યુદ્ધ મચ્યું. વીરસે અનેકને ભગાડચા ને અનેકને ભૂશાયી કરી દીધા. પણ લશ્કરમાં ૧૪૪૪ યાદ્ધા હતા. એમની સાથે કયાંથી ટકી શકે ? એનું શરીર આખું તીરથી વીંધાઈ ગયું. ચાલણી જેવું થઈ ગયું. તે ધમાક લઇ ઘરતીપર ઢળી પડચે..
પરમહંસ સુરપાળ રાજા આગળ સહીસલામત પહોંચી ગયા. તેણે બધી હકીકત સાંભળી મદદ કરવા નિશ્ચય કર્યો. ઔદ્ધ લશ્કર એના ગામ સુધી આવ્યું ને પરમહંસની માંગણી કરી. સુરપાળે જણાવી દીધું કે મારૂં લશ્કર એ માટે તમારી સાથે લડવા તૈયાર છે, પણ એ પુરુષ તેા નહિજ મળે, ખુબખુબ સદેશા ચાલ્યા ત્યારે એવું નક્કી થયું કે પરમહંસે ઐાદ્ધો સાથે વાદવિવાદ કરવા; અને જો તે જીતે તેા તેઓએ પાછા ચાલ્યા જવું. ભારે વાદવિવાદ થયા. તેમાં ગુરુ કૃપાથી પરમહંસ જીત્યા. બૌદ્ધોએ દાંત કચકચાવ્યા પણ હવે શું થાય ? સુરપાળ રાજાએ તેમને માનભરી રીતે અહીંથી વિદાય આપી. બૌદ્ધ લેાકેાએ રસ્તામાંથી પકડવા અનેક પ્રપંચ કર્યો પણ એ બધાથી છટકી પરમહંસ અને તેટલી ઝડપથી આચાર્ય શ્રી હરીભદ્રજી આગળ આવી પહોંચ્યું.. પરમહંસને આવેલા જોતાં ગુરુજીએ છાતી સરસા થાંપ્યા. તેણે બધી વાત કરી ને હંસ કેવી રીતે માર્યા ગયા તે કરુણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com