________________
સતી નંદયંતી
જવાના વખત આવ્યેા. જેટલા સ્નેહ તેટલા શાક એ કહેવત તેણે સાચી પાડી. માતાપિતાને એના વિના ભર્યા ભાદો ધર સુનાઁ જણાયાં ને સખીના આનંદ સરોવરનાં બધાં જળ સુકાઈ ગયાં. સ્નેહીજનના વિયાગ ઢાને ન સાલે ? છતાં દુનિયાના એ ક્રમ હાવાથી સહુએ મન મનાવ્યાં. નયતી પતિદેવનું ભાગ્ય ઉજ્જળવા સાસરે આવી.
ન
સમુદ્રદત્ત શૌયની મૂર્તિ હતા. નયતી પ્રેમની પ્રતિમા હતી. એટલે બન્નેના દેહ જુદા પણ હૃદય એક થયાં અને પછી તેા વરસ માસની જેમ તે માસ દિવસની જેમ જવા લાગ્યા. સુખમાં વખત જતાં ક્યાં વાર લાગે છે ઃ
એક વખત સમુદ્રદત્ત દરિયાકિનારે ફરવા ગયા. ધવતા સાગરનાં મોટાં મોટાં મેાજા જોયાં. દૂર દૂર ઝાંખા પહાડ નજરે પડ્યા. તેને થયું કે વાહ ! શું કુદરતની લીલા છે ને ! ખરેખર ! હું તે। આજસુધી ધરમાં ભરાઈ રહ્યા પણ એના આનંદ માણ્યા નહિ. કહ્યું છે કે જીવ્યાથી જોયું ભલું; તા મારે પણ દુનિયા જોવી. ખુબ ખુબ વિચાર કરી તેણે આ વિચાર પેાતાના પિ તાને જણાવ્યા. પિતા કહે, બેટા ! તારે શી વસ્તુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com