________________
૧૦
અહીં રાજા તારાને નગર બહાર ગએલા જાણીને પેાતે પણ નગર બહાર આવ્યો. રાજાને આ વ્હેપારી સામે મળ્યા. તેને પૂછ્યું કે હું ભાઈ! અહીંથી કોઈ માણસને ગધેડા સહિત જતા જોયા છે ? તારે કહ્યું કે મહારાજ ! હમણાંજ દાડતા જઈને તે સરેાવરમાં પડયા. તરતજ રાજા ઘેાડા ઉપરથી નીચે ઉતર્યાં અને ચારા ઠગને આપી કહ્યુ: હું ઘેાડીવારમાં આવું ત્યાંસુધી આ ઘેાડાને સાચવજે.
અહીં ઠંગે રાજાના વેશ પહેર્યાં ને આબેહુબ રાજા જેવા અન્યા. પછી ઘેાડે ચઢી નગરમાં પેઠા. દરવાનને કહ્યું કે મે ચારને પકડા છે. માટે હવે દરવાજા ખંધ કર. બીજો કાઇ આવે તેા દરવાજા ઉઘાડીશ નહિ, દરવાને હુકમ માથે ચઢાવ્યેા. અહીં થેાડા સમય પછી રાજા દરવાજા આગળ આવ્યા ને દરવાજે ખાલવા દરવાનને કહ્યું, ત્યારે દરવાન ઓલ્યા કે હમણાંજ રાજા ઘેાડે બેસીને નગરમાં આવી ગયા છે. માટે તું રાજા નથી પણ કાઇક ધુતારા લાગે છે. રાજા બિચારા અડ્ડાર ખેડા.
તેને લાગ્યું કે આ કાઇ સહા ધુતારા લાગે છે. મારા જેવાને પણ તેણે છેતર્યાં. માટે તે માણુસ સામાન્ય નથી.
•
આથી તેણે ઠંગની પ્રશંસા કરીને કહ્યુ કે હું તારા ઉપર સંતુષ્ટ થયા છું. તારે જે માગવું હાય તે માગ.
ઠગે કહ્યું કે રાજન ! જો તું વચન આપતા હાયતા મને અભયદાન આપ. રાજાએ અભયદાન આપ્યું. તરતજ દરવાજા ઉઘાડી નાંખ્યા. રાજા અંદર દાખલ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com