________________
૧૪
ઉત્તરદિશાથી શરૂ કરીએ તે તારંગાજીના પહાડ અજીતનાથ ભગવાનના ભવ્ય મંદિરથી સુશેાલિત છે. એની મેાક્ષશિલા-સિદ્ધશિલા વગેરે ટેકરીએ મનનુ હરણ કરે છે. ઈડરના કિલ્લા પણ અરિતાના ભવ્ય દહેરાસરાને સાચવી રહેલા છે. પાલણપુર અથવા પ્રહલાદનપુર-શ્રી હીરવિજયજી જેવા જગદ્ગુરુના જન્મથી પાવન થયેલ છે, ડીસાથી આઠ માઈલ દૂર આવેલ ભીલડીયાજી–પ્રાચીન સમયની ભીલ્લપુરી -સુંદર તીર્થ છે. મંદિરની ખાંધણીમાં મુસલમાન સમયના અનુનની છાપ છે. પાટણ એના પચાસરા પાર્શ્વનાથ તથા સખ્યાબંધ જિનમદિરાથી આજે પણ જૈન ધર્મના મધ્યાહ્ન કાળની યાદ આપે છે. એનાં જ્ઞાનસાગર સમા ભંડારી આખાયે હિંદુસ્તાનને અમુલ્ય વારસા છે. એની પાસે રહેલું ચારૂપ ઘણું જ પ્રાચીન તી છે. એની મૂર્તિ લાખા વષઁની જુની છે. પંચાસર વીર વનરાજ તથા શીલગુણસૂરિની યાદ આપતું આજે પણ સુંઢર દહેરાસર સાચવી રહ્યું છે. અહીંથી ઘેાડે દૂર સંખેશ્વર પાર્શ્વનાથનુ` મહાન પુરાણુંતી ગૂજરાતની અનેક ચડતી પડતીના રંગને નિહાળતું લાખે વર્ષીથી ઉભું છે. શ્રીકૃષ્ણ ને જરાસંધના યુદ્ધ વખતે ચાવાની જરા હટાવવા માટે શ્રીકૃષ્ણે અર્જુમ તપ કર્યું હતું. તેના પ્રભાવથી પ્રતિમા પ્રગટ થઇ હતી જે આજ સુધી પૂજાય છે. જચિંતામણિ ચૈત્યવંદનમાં જેનું વદન કરીએ છીએ તે મુહરિપાર્શ્વનાથ ટીંટોઈ ગામમાં (મેાડાસા પાસે ) વિરાજમાન છે. ભેાંયણી-પાનસરના તીર્થાં હમણાં હમણાં અસ્તિત્વમાં આવ્યા છે પણ દૂર દૂરના નાની ભાવભરી ભક્તિનુ કારણ થઈ પડયાં છે. કલેાલ પાસેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com