________________
આગળ જતાં એક દેવાલય આવ્યુ. તે જોઇ સસરાએ ઉદ્ગાર કાઢયા: વાહ ! કેવું ઉત્તમ દેવાલય છે ને ! શીલવતી કહે, એ ઉત્તમેય નથી ને આપણા કામનુંચે નથી. એ સાંભળી સસરા તે ખુખ ક્રોધે ભરાયેા. આગળ ઉપર એક માટું શહેર આવ્યું. સસરા કહે, આ મેટુ વસ્તીવાળુ શહેર છે માટે ચાલેા અહીં એક રાત રહીએ.” શીલવતી કહે, મને તા નિર્જન જગલ જેવું લાગે છે માટે ચાલે આગળ જઇએ. શેઠને થયુ કે જેમ અને તેમ આ અવળામેલી વહુને હવે વહેલી પિચર ભેગી કરવી. એથી આગળ ચાલ્યા. રસ્તામાં એક નાનું સરખું ગામડું આવ્યુ. ત્યારે શેઠ કહે, આ ઉજ્જડ જેવું ગામડું' છે. શીલવતી કહે, અહીંના વાસ બહુ શ્રેષ્ઠ છે. સસરાને તે ખાતરીજ થઇ હતી કે હું ખેલીશ તેથી આ વહુ અવતુજ ખેલશે અને નજરે જોયેલી વાતથી જૂદુ ખાલે છે એટલે તે જુઠ્ઠો પણ જણાય છે. એવામાં એ ગામડામાંથી કોઈ વાણી નીકળ્યા. શીલવતીના એ મામા હતા. તેણે શીલવતી તથા તેના સસરાને જોઇ ખુબ આગતાસ્વાગતા કરી ને જમણ જમાડયાં. પછી રાત ગાળીને આગળ જવાની વિનંતિ કરી. પણ શેઠના મનને નિરાંત ન હતી. એમણે તેમના આગ્રહ સ્વીકાર્યો નહુિ. તે તે આગળજ ચાલ્યા. હવે તાપ મુખ પડતા હતા એટલે આરામ લેવા એક વડ પાસે રથને છેડયા. ત્યાં શેઠ વડની છાયામાં જઈને બેઠા. શીલવતી રથની છાયામાં બેઠી. સસરા કહે, વહુ ! આ વડની છાયામાં બેસે. છતાં જાણે સાંભળ્યું જ ન હોય એમ કરી શીલવતી ત્યાંજ એસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com