________________
રહી. થોડી વારમાં પાસેના કેરડા પર એક કાગડો બેલ્યો. તેને કહેવાને અર્થ સમજી શીલવતી બોલી: એક અનઈનું ફળ તે હું ભેગવું છું. હવે બીજો અનર્થ કરે તે પિયર પણ ન પહોંચું.
શેઠ આ સાંભળી વિચારમાં પડયા. આમાં કંઈ ભેદ છે. તેણે પૂછયું: શીલવતી તેં એ શું કહ્યું? શીલવતી કહે, પિતાજી! કાંઈ નહિ. અત્યારે મારું નસીબ રૂઠયું છે. સસરા કહેપણ તું વાત તો કર. શીલવતીએ પછી પાંચ રત્નની વાત કહી ને હજી તે રત્ન પિતાની પથારી નીચે પડયાં છે એમ જણાવ્યું. એ રત્નને માટે તે આ પિયર જવું પડે છે ને હજી આ કાગડો કહે છે કે કેરડા નીચે દાટેલું ધન છે તે કોઈ કાઢી લે ને હું ભુખ્યો છું માટે મને ભેજન આપે. મેં કહ્યું. હવે મારે એ ધનને ખપ નથી ને તને ભેજન પણ દેવું નથી. શેઠ તો વાત સાંભળી તાજુબ થયા. વહુનું કહેવું સાચું છે કે નહિ તે તપાસવા ઓજારો લાવી જમીન ખોદી તે તેમાંથી ઘણું ધન નીકળ્યું. શેઠને ખાતરી થઈ કે વહુ તો બહ જ્ઞાની છે. તેના કહેવામાં ઉંડું રહસ્ય હશે. હું એને અવેળાબેલી સમજતો હતો તે મેટી ભૂલ હતી. પછી રથમાં બેસાડી રથ ઘર ભણી હંકાર્યો. રસ્તે પૂછ્યું. શીલવતી ! તું આવી જ્ઞાની છે છતાં અવળું કેમ બેલી? શીલવતી કહે, “તમે કહ્યું હતું તે સાચું હતું પણ મારું કહેલું પણ વિચારે. ખેતરના ધણીએ પારકું ધન લઈને ખેડ કરેલી તેથી દેતું બમણું અનાજ આપવું પડે ને લેણિયાત બધું લઈ જાય. એટલે ધણીના હાથમાં શું આવે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com