________________
તીર્થ છે. એનું દહેરાસર વિશાળ અને ભવ્ય છે. એમાંના નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ વિષે અનેક ચમત્કારિક વાતે કહેવામાં આવે છે.
વળ (વલ્લભીપુર) ઘેઘા જંકશનથી બાર ગાઉ દર વળા નામનું ગામ પ્રાચીન સમયની વલ્લભીપુરી છે. દેવગિણિ ક્ષમાશ્રમણે જૈન આગમે પહેલ વહેલાં અહીં પુસ્તકારૂઢ કર્યા હતા.
ગીરનાર દરીઆની સપાટીથી ૩૬૭૫ ફુટ ઉચે ઉભેલે આ પહાડ જૈન તથા હિન્દુ બન્નેનું મહાન તીર્થ છે. પ્રભુ નેમનાથે અહીં જ દીક્ષા લીધી. તેઓ અહીં જ જ્ઞાન પામ્યા ને અહીં જ નિર્વાણ પામ્યા તેથી તે તીર્થનાયક છે. એમનું ભવ્ય મંદિર ને બીજા અનેક જીનાલયો આ પહાડની કુદરતી શોભામાં વધારો કરી રહ્યા છે. આ પહાડની સાત ટુંકે છે. તેમાં પાંચ ટુંકે પર સહેલાઈથી જવાય છે. છઠ્ઠી ને સાતમી ટુંકે ચડવું અઘરું છે. આ મંદિર ઉપરાંત રાજે મતીની ગુફા, અંબાજીનું મંદિર, સહસ્ત્રાપ્રવન, લાખાવન, કપુરચંદજીની ગુફા, તાંતણીએ ધરે, ગધેસિંગને ડુંગર, અશ્વત્થામા પર્વત, સિદ્ધની ટેકરી, નવઘણ કુવો, રાખેંગરને મહેલ, અશોકના શિલાલેખે વગેરે અનેક વસ્તુઓ જોવા લાયક છે. એની તળેટીમાં જુનાગઢ નામનું એક ઈતિહાસપ્રસિદ્ધ શહેર આવેલું છે. આ પર્વતના જુદા જુદા છ આરાના નામે નીચે મુજબ છે. (૧) કૈલાસગિરિ. (૨) ઉજજયંતગિરિ. (૩) રૈવતગિરિ. (૪) સુવર્ણગિરિ. (૫) ગિરનાર. (૬) નંદનભદ્ર.
ગીઓનું આ પ્રિયસ્થાન ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com