________________
૧૪
જેવા તે ભાઈ પલંગ ઉપર બેઠા કે ખાડામાં જઈ પડ્યા. હાડકાં પાંસળાં ખુબ ખોખરાં થઈ ગયાં પણ શરમના માર્યા મનમાં શમશમીને રહ્યા. તેણે વિચાર કર્યો કે જે હું બૂમ મારીશ તે બીજા છટકી જશે ને મારી એકલાની જ ફજેતી થશે. માટે હવે જે બને તે જોયા કરવું.
બીજે પહોર થયો એટલે બીજે આવ્યો. તેની પણ એજ વલે થઈ. એમ ચારેને ખાડામાં પડી શીલવતીએ બરાબર પોતાની બુદ્ધિને પરચો બતાવ્યો. તે ભૂખ્યા ન મરી જાય માટે અંદર કેદરા વગેરે રાંધીને આપવા લાગી. બિચારા ચારે પ્રધાન તે ભયંકર કેદખાનામાં પડયા. તેમને તે જીવતા મુવા જેવું થયું.
: ૩ : શીલવતી તેમને હંમેશાં થોડી થોડી વાત સંભળાવા લાગી: અરે મૂર્ખ ! પિતાની સ્ત્રીથી સંતેષ ન પામતાં પરસ્ત્રીગમન કરવાનો વિચાર તમે કેમ કર્યો? તેનાં ભયંકર ફળે શું તમારે કાને આજ સુધી પડયાંજ નથી કે તમે સ્વભાવથી જ દુષ્ટ છે? પરસ્ત્રીગમન કરનારને નારકીનાં દુઃખ ભેગવવાં પડે છે એ શું ભૂલી ગયા એ દુઃખ જેવું દુઃખ આ દુનિયામાં છે નહિ, છતાં તેને કાંઈક અનુભવ તમને આ કેદખાનામાં થશે. આ લેક ને પરલોક બંનેમાં દુઃખદાયી પરસ્ત્રીગમન હવે ભૂલી જશે કે નહિ? પેલા પ્રધાને કહે, “મહાસતી ! ભૂલી ગયા. અમે સિંહણની આળ કરી, સાપના રાફડામાં હાથ ઘાલ્યો. પણ હવે જવા દે. શીલવતી કહે, બરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com