________________
શીલવતીને વિચાર આવ્યું કે સસરાના ઘરમાં એટલું બધું ધન નથી એટલે આ ધન ખુબ કામ લાગશે. માટે પતિને અથવા મારા સસરાને આ વાત કરૂં? પણ અત્યારે મારી વાત એ માનશે નહિ ને ધન ચાલ્યું જશે. માટે જાતે જઈને એકલી જ લાવું ને પછી જ બધાને દેખાડીશ. આમ વિચાર કરી માથે પાણીને ઘડુલો મૂકી ચૂપકીથી તે ઘરની બહાર નીકળી.
નદી કિનારે જઈને જોયું તે બરાબર એમજ ની કળ્યું. તે રને લઈને પાછી આવી. સવારે પતિને બતાવીશ એમ વિચારી પથારી નીચે મૂકી સુઈ ગઈ.
શીલવતીને સસરો આ વખતે જાગતું હતું. તે શીલવતીને જતી આવતી જોઈ બહુ ખેદ પામ્યું. આ વહુ અત્યારે કવખતે બહાર જઈ આવી. એથી એના ચારિત્રમાં જરૂર એબ હશે. આવી વહુ ઘડીકે ઘરમાં કેમ રખાય? માટે કોઈપણ જાતને મારા કુળને ડાઘ બેસે તે પહેલાંજ પિયર મૂકી આવું. સવારે તેના પતિ અજિતસેનને વાત કરી. એને પણ મનમાં શંકા પેઠી ને શીલવતીને પિયર મોકલવામાં સંમતિ આપી.
શીલવતીએ જાણ્યું કે મારી ભૂલ થઈ. મારા પતિ તથા સસરાના મનમાં મેં નાહક શંકા ઉપજાવી. પણ હવે તેનું નિવારણ થાય ત્યાં સુધી રાહ જોવી.
સસરે રથ જોડીને સારથિ બન્યો ને શીલવતીને પિયર મૂકવા ચાલ્યો. ગામ બહાર આવતાં શીલવતીએ એક દુગો પક્ષીને થોડે દૂર ઉડીને બોલતાં જોઈ. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com