________________
ૐ
અહીં શ્રીમંતપુત્ર હરિખળને વિચાર થયો કે રાજ
કન્યા તા માહમાં ઘેલી થઇ છે. શુ માબાપ અને ઘર છેડી પરદેશ તે ચાલ્યા જાય ? માટે આપણે તે કાંઇ જવું નથી.
ભાગ્યના ખેલ ન્યારા છે. આ તેજ રાત હતી જ્યારે માછી હરિમળ સંકેતવાળા મંદિરમાં સૂઈ રહ્યો હતા.
વસંતશ્રી મદિર આગળ આવી. પ્રેમ ભર્યાં મધુર અવાજે ખેલીઃ હરિબળ ! હું આવી છું. ચાલ ટ તૈયાર થા. હરિમળના કાને આવા મધુર આવાજ પડતાં તે વિચારમાં પડયા. આટલી માડી રાતે મને કાણુ ખેલાવતું હશે ? કાઈ ડાકણ કે વનદેવી તે નહિ હાય ? પણ તે હિમ્મતવાન હતા. કશાથી ડરે તેમ ન હતા. તેણે એક તીણી નજર ફેંકી બહાર જોયુ તા. દેવકન્યા જેવી એક યુવાનમાળા નજરે પડી. ઘરેણાં ને ઝવેરાત તે તેના શરીર પર ઠાંસી ઠાંસીને ભરેલાં હતાં. એટલામાં ફરીથી અવાજ આવ્યાઃ હું તે વખતસર આવી પહોંચી છું. માડુ તા નથી થયુંને ? હિરખળ ! હવે ઝટ કર. નહિતર પાછળ ઘોડેસ્વારી છૂટશે તે આપણે પકડાઈ જઈશું. રિખળ સમજ્યું કે મારા કાર્ય નામેરીને આ બાળાએ સંકેત કર્યાં લાગે છે, કુભારજા સ્રીથી કંટાળેલા તે હરખળને મનમાં થયું કે નક્કી મારા ભાગ્યે જ આ સ્ત્રી મેાકલી છે. માટે તેને જતી ન કરવી તેથી હુંકારમાં જ જવાબ આપ્યા ને મહાર નીકળ્યેા. અંધારામાં બન્નેએ ઘેાડા મારી મૂક્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com