________________
ગરીબ તથા દુાખીને દાન દેવા માંડયું. થોડા વખતમાં તે નગર આખામાં વાત ફેલાઈ કે “કઈ ધનવાન રાજપુત્ર આવ્યો છે. તે ઘણું દાન આપે છે. તે મહા ગુણવંત ને ઉદાર છે.”
નગરના રાજાએ આ વાત સાંભળી. તેને બહુ માનપૂર્વક તેડાવ્યો ને સભામાં બેસાડયા. હવે તે હરિબળ વસંતશ્રીના સમાગમથી બધે વિવેક ને શિષ્ટાચાર શીખ્યો હતું. રાજાએ તેની સાથે અનેક પ્રકારની વાત કરી અને કહ્યું કે આપ આ નગરમાં જ રહે ને મારી સભાને શોભાવે. - હરિબળ અને રાજા વચ્ચે પ્રીત બંધાણી. મોટાની મિત્રતાથી શું લાભ ન થાય? હરિબળને બધી રીતે લાભ થવા માંડે. એક વખત હરિબળે વિચાર કર્યો કે રાજા સાથે આટઆટલે નેહ બંધાયો છે તે તેને એક વખત મારે ઘેર જમાડવું જોઈએ. તેથી તેણે રાજાને નેતરું આપ્યું. તેને પ્રસન્ન કરવા ભાતભાતનાં મિષ્ટાન તૈયાર કરાવ્યાં. ખુબ સ્વાદિષ્ટ શાક બનાવ્યાં. કઠોળ, કઢી, પાપડ, શયતાં, ભજીયાં ને અથાણાં એવાં બનાવ્યાં કે દાઢમાં સ્વાદ રહી જાય. બીજી પણ ઘણી વાની તૈયાર કરી. પછી રૂપાના થાળ ને રૂપાના બાજઠો મૂકી દીધા. પાસે સુગંધી જળ ભરેલી સેનાની ઝારી મૂકી ને તેની પાસે રેશમી રૂમાલ મૂકયા.
વખત થયો ને રાજા જમવા પધાર્યા. વસંતશ્રી સોળે શણગાર સજી રૂમઝુમ કરતી વાનીઓ પીરસવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com