________________
---
સતી નદધતી
તે આપ મારે ત્યાં પધારે.' રાજા સમજે કે કોઈ દુઃખની મારી આ કુળવાન બાઈ છે. તેને હમણાં બધી વાત પૂછવી નહિ. ધીમેથી બધું જાણવું. એમ વિચારી તેણે કહ્યું: બાઈ મારે ત્યાં ચાલે. ત્યાં સેવાશ્રમમાં રહે ને પવિત્ર જીવન ગાળો.
રાજન ! તમારો મેટે ઉપકાર છે. આ દુઃખીયારી ઉપર ઘણી કૃપા કરી. એમ કહી નંદયંતી પદ્મસિંહ રાજા સાથે ભરૂચમાં આવી. રાજા પદ્મસિંહે તેને સેવાશ્રમમાં મૂકી.
નંદયંતીને સેવાશ્રમનું વાતાવરણ ખૂબ પવિત્ર લાગ્યું. બીજા દિવસે સેવાશ્રમના ઉધાનમાં ફરતી તે મનમાં બોલવા લાગીઃ ધન્ય રાજા પદ્મસિંહ ! ખરો રાજા તું જ છે. પ્રજાના પિતા અને મિત્ર તરીકે તું જીવન ગુજારે છે. અહા આટલી વિધા, આટલું શૈર્ય છતાંયે ગર્વ નથી. આટલે વૈભવ છતાં વિલાસ નથી. રાજયની સઘળી આવક પ્રજાના હિતના કાર્યોમાં જ ખરચી નાખે છે. નથી તારા રાજ્યમાં એક પણ આકરો કરકે નથી તારા રાજયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com