________________
રાજાએ તે વાત સ્વીકારી. પછી પિતાને ધર્મપ્રેમ બતાવવા કીર્તિસ્થંભ સમો એકસે ને આઠ હાથ ઉંચા પ્રાસાદ કરાવ્યું, ને તેમાં પ્રભુ મહાવીરની સેનાની મૂર્તિ બેસાડી.
એક વખત રાજાએ પિતાની સ્ત્રીને ખેદ પામતી જોઈ સભામાં સ્મશ્યા પૂછી કે – “ પામે હજી પરિતાપ, કમળમુખી પ્રમાદથી. ”
(કમળના સરખી મુખવાળી સ્ત્રી પ્રમાદથી હજી સુધી ખેદ પામે છે.)
જુદા જુદા વિદ્વાનેએ એનું બીજું ચરણ બનાવ્યું પણ રાજાના મનનો અર્થ આવ્યો નહિ. તે વખતે તેણે સૂરિજી સામે જોયું એટલે જેના મોઢે સરસ્વતી બેઠી હતી તેવા સૂરિજીએ તરતજ સ્મશ્યા પૂરી કરી કે – હાંક્યું એનું અંગ વહેલા ઉઠી જ્યારથી. '
(હે રાજા! તમે પ્રભાતમાં રાણી કરતાં વહેલા જાગ્યા હતા, ત્યારે તેનું એક અંગ ઉઘાડું રહી ગયું હતું તે તમે ઢાંકયું. એથી હજી સુધી તે ખેદ પામે છે.)
આમરાજા એ સાંભળી આશ્ચર્ય પામે ને શરમા. બીજા એક વખતે પણ એવી જ સ્મશ્યા પછી ને સૂરિજીએ તે બરાબર પૂરી કરી. સમશ્યા એવા પ્રકારની હતી કે રાજાને તે સાંભળી મનમાં શંકા થઈ કે મારી ખાનગીમાં ખાનગી વાહે ગુરુજી ક્યાંથી જાણે. વળી વિરોધીએ પણ એ તકનો લાભ લઈ તેને સમજાવ્યું કે નક્કી સૂરિજીએ તારું અંતઃપુર બગાડયું છે નહિતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com