________________
એવુંજ જે કાંઈ હોય કે જેનાથી માણસ જીવે તેને શું કહેવું) એ પૂછવાને ભાવાર્થ હતા.)
બધા પંડિતાએ જુદા જુદા જવાબ આપ્યા, પણ કેઈએ રાજાના મનમાં વાત હતી તેવી સ્મસ્યા પૂરી ન કરી. આથી રાજાએ ઈનામ કાઢયું કે જે કઈ મારા મનના અભિપ્રાય પ્રમાણે સમશ્યા પૂરી કરશે, તેને લાખ ટકા ઈનામ મળશે. ઈનામની જાહેરાત થતાં એક જુગારીએ વિચાર કર્યો કે બપ્પભટ્ટસૂરિ ભારે વિદ્વાન છે ને તેમના મઢે સરસ્વતી છે માટે તેમને જ પૂછીને સ્મશ્યા કહી દઉં તો મારું કામ થઈ જાય. એથી તે બનતી ઝડપે સૂરિજી પાસે આવ્યો ને ભક્ત જેવો થઈ બેઃ મહારાજ ! આ લેકનું અધું ચરણ પૂરું કરે. સૂરિજીએ તરતજ પૂરું કરી આપ્યું. “ગ્રહી દત પળે પંથે કૃણ ભુજંગ મુખશું.”
(એટલે રાજાએ જેમ કાળા સાપનું મોટું જોરથી પકડયું તેમ એ શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી ને બીજી પણ વિદ્યાઓ કે જેનાથી મનુષ્ય પોતાનું ગુજરાન ચલાવી શકે છે, તેને બરાબર ગ્રહણ કરે ને એ પ્રમાણે વર્તે.)
પેલા જુગારીએ આવીને સ્મશ્યા પૂરી કરી એટલે આમ રાજાએ તેને સખત ધમકાવીને પૂછયું: સાચું બોલ, આ પૂતિ તેં કરી કે બીજા કોઈએ ? પેલા જુગારીઓ જેવી હતી તેવી વાત કહી દીધી. આમ રાજાએ વિચાર કર્યો કે આટલે દૂર બેઠાં બેઠાં પણ ગુરુએ કાળા સાપની વાત કહી તે તે દિવસે પણ તેમણે પોતાના જ્ઞાનથી જ સ્મશ્યા પૂરી કરેલી હશે. મેં નકામે તેમના પર ક્રોધ કર્યો. હવે શું બને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com