________________
૧૨
સુરિજીના આવા ઉદાર વિચારથી ધર્મરાજ તથા વધનકુંજર સજજડ થઈ ગયા. પિતે જીત્યા હોત તો શું કરત એ ખ્યાલ મનમાં લાવી પોતાની જાતને નિંદવા લાગ્યા. પછી ધર્મરાજ સૂરિજીના પગે પડે ને બોલ્યાઃ ગુરૂદેવ! તમે મારાપર બહુ કૃપા કરી. મારે લાયક કાંઈ કામ ફરમાવે. સૂરિજી કહે, સાચે ધર્મ સમજાવવા સિવાય આ દુનિયામાં અમારે બીજું કામ નથી. જે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તે જૈન ધર્મને સ્વીકાર કર. ધર્મરાજે તે વાત અંગીકાર કરી.
-
૫ :
બપ્પભટ્ટીજી સમજતા હતા કે જે કામ લાખો માણસને સાધવાથી નથી થતું તે એક રાજાને સાધવાથી થાય છે, અને એથી જ તેઓ પર પ્રભાવ પાડવા ને તેને ટકાવી રાખવા ઈચ્છતા હતા. તેમની રગેરગમાં જેના શાસનની સેવા કરવાની ધગશ હતી. ઉઠતાં બેસતાં કે સૂતાં એકજ વિચારો આવતા કે પ્રભુએ મેરે પરમકલ્યાણકારી માર્ગ ક્યારે બધા લોકો સમજે ને આત્માનું કલ્યાણ કરે.
આમરાજા ચતુર ને વિદ્વાન હતું, છતાં કઈ કઈ વખતે તે ભૂલ પણ કરી બેસતો. સૂરિજી આવા વખતે સમયસૂચકતા વાપરી એવી રીતે તેને ઉપદેશ આપતા કે તેની ભૂલ તેને તરત સમજાતી ને તે ભૂલ કરતાં અટક્ત.
એક વખત તેની રાજધાની કનોજમાં સંગીત વિદ્યામાં નિપુણ માતંગો (ભંગી જેવી હલકી જાત)નું ટેળું આવ્યું. તેમણે પોતાની કળા બતાવવા રાજા આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com