________________
રામ-સીતાનાં લગ્ન થયાં. ભામંડળ તથા બીજા જાઓ પિતપતાના ઠેકાણે પાછા ફર્યા.
દશરથ રાજાને ચાર રાણીઓ હતી. કેશલ્યા, કૈકેયી, સુમિત્રા ને સુપ્રભા. તે દરેકથી અકેક પુત્ર થયે હતે રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ. દશરથ રાજાને જ્યારે કેકેયીએ
સ્વયંવરમાં વરમાળા પહેરાવી ત્યારે બીજા રાજાઓ તેમની સાથે લડવા તૈયાર થયા હતા તે વખતે કેકેયીએ સારથિનું કામ કર્યું હતું. રાજા દશરથે એ વખતે એની અત્યંત કુશળતા જોઈ કઈ પણ વચન માગવાનું કહ્યું. કૈકેયીએ કહ્યુંઃ હમણું એ વચન તમારી પાસે જ રહેવા દઉં છું સમય આવશે ત્યારે માગીશ.
સ
રાજા દશરથ વૃદ્ધ થયા છે. સંસારની ધમાલમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે. એ વખતે રાજગાદી વડીલ પુત્ર રામને આપવાનું નક્કી કર્યું. કેકેયીના મનમાં આ વખતે ઈષ્યને કીડા પેઠો. મારા ભરતને ગાદી કેમ ન મળે? તેણે પેલું અનામત રાખેલું વચન યાદ કર્યું. તેમાં ભારતને ગાદી ને રામને ચૌદ વરસને વનવાસ માગ્ય, વચનથી બંધાયેલા રાજા દશરથે એ વાત કબુલ કરી પણ હૃદય અત્યંત દુઃખી થયું.
જે રામને સવારે અયોધ્યાની ગાદી મળવાની હતી તેમને વનવાસ મ. શું કર્મની વિચિત્રતા! રામ પિતૃભક્ત હતા. પિતાના વચનને માન્ય કરવા તેઓ વનમાં જવાને તૈયાર થયા. તેમણે કેશલ્યાજી આગળથી રજા લીધી. બીજી સાવકી માતાઓ આગળથી પણ રજા લીધી. એવામાં સીતાને એ સમાચાર મળ્યા. એટલે કૌશલ્યા આગળ જઈ તે કહેવા લાગ્યા. માતા ! મને પણ વનમાં જવાની રજા આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com