________________
દ્રોપદી
પાંચાલ દ્રુપદ રાજાની રાજધાની કંપિલપુરી અલબેલી નગરી છે, એમાં રાજાનું ઉદ્યાન તે અત્યંત મનોહર છે. એ ઉદ્યાનમાં વિદુષી રાજકન્યા દ્વિપદી સખીઓ સાથે ફરી રહી છે, તેઓ શું વાત કરે છે તે જરા જોઈએ.
દ્વપદી–સખી ઘણા દિવસે મળ્યાં. શરીર તે મજામાં છે ને?
સૂર્યપ્રભા–હા, બધી રીતે મજામાં હતું પણ તારી વિનેરી વાતની ખોટ હતી.
પતી–મારી વિનેરી વાતેની બેટ ! મારી કાલી ઘેલી વાતેની ત્યાં તેને ખોટ પડે એમ માનવુંજ અશકય છે. પણ એ બધું તે ઠીક, હવે ન અનુભવ શું લાવ્યા?
સૂર્યપ્રભા–ન અનુભવ! બરોબર તારે સાંભળવા જે છે!ને તે માટેની તારી આટલી અધીરાઈ પણ યોગ્ય જ છે. તે સાંભળી ત્યારે. સ્ત્રી જીવનની શોભા તે પુરુષ. મહીચરમાં રાજસાહેબી હોય, પિતે સાંદર્યસંપન્ન હય, ચોસઠ કળાએ યુક્ત હોય, છતાં તેને પ્રિયતમ ચતુર ન મળે, તે તેનું જીવતર એળે જાય.
પદી–ને પુરૂષ ચતુર ને પરાક્રમી હોવા છતાં આ ગુણસંપન્ન ન મળે ?
સૂર્ય પ્રભા–પુરૂષનાં જીવતરતનું પણ એમ જ બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com