________________
સાથે વનમાં સંચર્યો. રાજ્યમાં તેણે લીલાલહેર ભોગવેલી; અને આમ એકી સાથે તેને માથે દુઃખને ડુંગર તૂટી પડે તેથી જંગલમાં તેનું મરણ થયું. હું તેને રસેઈઓ હતે. મારા સ્વામીના જવાથી મને ખૂબ લાગી આવ્યું. તેમના વિના અયોધ્યામાં રહેવું મને ન ગમ્યું એટલે હું પણ તે નગર છડી નીકળી ગયા.'
આપના ગુણનાં જ્યાં ત્યાં વખાણ સાંભળીને હું ચાકરીની આશાએ આપની પાસે આવ્યો છું
નળના મૃત્યુસમાચાર સાંભળી દધિપર્ણને ખુબ દુખ થયું. પછી તેણે પૂછયું કે “કુબડ! તમે જે વિદ્યા કે કળા જાણતા હો તે કહો પછી તમને કેવી નેકરી આપવી તેને વિચાર થાય. ”
કુબડ કહે “મહારાજ ! નળરાજા પાસેથી હું સૂરપાક રસોઈ કરતાં શિખ્યો છું. એ વિદ્યાથી નળદેવ ચોખા અને દુધ સૂર્યના તેજથી રાંધી શકતા હતા.
રાજાની આજ્ઞાથી કૂબડે સૂરજ પાક રસોઈ કરી સર્વેને જમાડયા, રાજાએ તેને ભારે ઈનામ આપ્યું, ખરેખર રૂપની જગતમાં કંઈજ કિંમત નથી. ગુણની સર્વસ્થળે પૂજા થાય છે. કસ્તુરી કાળી હોય છે પણ તેની કિંમત ભારે હોય છે. ગાય રૂપાળી હોય છે પણ તે દૂધ નથી દેતી તે તેને કઈ ખરીદતું નથી. નળ કૂબડો થયે પણ તેના ગુણથી તે દધિપર્ણને માનીતા થયા.
રાજા ભીમરથે મોકલેલા દૂતે નળને પત્તો ન લાગવાથી એક પછી એક પાછા આવવા લાગ્યા. ભીમરથ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com