________________
શા માટે ? તને જે ચિત્ર પસંદ પડ્યું હોય તે નિ:સકે જણાવ. મૃગાવતી કહે, કૈશાંબીપતિ શતાનિકનું.
પૃથા કહે વ્હાલી મૃગાવતી ! એ ચિત્રકારને મેંજ બોવ્યું હતું ને તમને ચિત્ર બતાવી તમારા મનના મને રથ પૂરા કરવાનો વિચાર રાખ્યો હતે. તારા હૃદય નાથને હવે તે થોડા જ વખતમાં મળીશ.
પછી કૌશાંબીપતિને ત્યાં કહેણ ગયું. એનો ખુબ ખુશીથી સ્વીકાર થયે; અને કોશબીપતિ તથા મૃગાવતી લગ્નની ગાંઠથી જોડાયા.
સુંદર ચાંદની રાત છે. કેશાબીપતિને રાજમહેલ એ ચાંદનીમાં નાહી રહ્યો છે. રાજા ને રાણું એ અગાસીમાં બેઠાં બેઠાં સ્નાનનો આનંદ લૂંટી રહ્યા છે. એ વખતે શતાનિકે કહ્યું: દેવી! ચાંદની કેવી ખીલી રહી છે! આખું જગત તેના રસે રસાઈ ગયું છે. મૃગાવતી કહે, મહારાજ ! પણ ચંદ્રના આધારે ચંદ્રિકા ને? ચંદ્રદેવ અસ્ત થતાં તેને પણ અસ્ત થવાને.
શતાનિક–પણ દેવી! ચંદ્ર તે નાને સરખો લાગે છે. ત્યારે આ ચાંદની આખા જગતમાં પથરાઈ ગઈ છે.
મૃગાવતી-મહારાજ! ચાંદની જરૂર પસરે કારણ કે તેનામાં કમળતા છે, નાજુકતા છે, સંદર્ય છે, સર્વે ઠેકાણે ફેલાવાની શક્તિ છે. પણ એનું તેજ તે બધું ચંદ્રદેવજ આપે.
આમ જ્ઞાનગોષ્ટી કરી અનેક વખત રાજા રાણું આનંદ લૂંટતા હતા ને સારસના જોડલાંની જેમ સ્નેહથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com