________________
“દેવી! એ બધી વાત સાચી પણ આ તારી કમળ દેહલતાં પલવારમાં કરમાઈ જશે. પ્રિયે ! સુખના દિવસ આવતાં હું તને તેડાવી લઈશ !
ના રેવ ! એ નહિ બને, હું તે આપની સાથેજ રહીશ. ભલે દુઃખના સર્વ ડુંગર એકદમ તુટી પડે. ભલે પૂર્વે કરેલાં દુષ્ટ કર્મનાં સર્વ ફળે આજેજ એકી સાથે ભોગવવા પડે. ભલે વિધિ તેનામાં તાકાત હોય તેટલે તેને જૂર પંજો આપણી ઉપર અજમાવે, હું જીવીશ તે પણ આપની સાથે, મરીશ તે પણ આપનીજ સાથે.'
ઠીક ત્યારે, જેવી ભવિતવ્યતા '
દમયંતીને અડગ નિશ્ચય જોઈ નળને વધારે દબાણ કરવું એખ્ય ન લાગ્યું. અને ચાલ્યાં. પાછળ પુરજન વળાવવા આવ્યાં. સર્વની આંખમાંથી આંસુ ધારે ચાલ્યાં જાય. આખા ગામમાં હાહાકાર થઈ ગયે. બાળક રૂવે ને સ્ત્રી રૂવે, વૃદ્ધ રૂવે ને ઝાડપાન રૂ.
૧ નળ જે પરદુઃખ ભંજન રાજા બીજે કયાંથી લાવીશું ? એ ઈશ્વર ! તું આ ક્રૂર કેમ થયે ? હે પ્રભુ નળદમયંતીને સુખી રાખજે.” આમ પુરનાં નગરજને બોલતાં જાય અને હૈયા ફાટ રડતાં જાય.
“ આ તે કર્મનું ફળ છે. ઈશ્વર ને કંઇ દેષ નથી એમ સમજાવી સર્વને પાછાં વાળ્યાં અને નળદમયંતી આગળ ચાલ્યાં.
જતાં જતાં એક ગાઢ અરણ્ય આવ્યું. મહાભયંકર અને મહાવિકરાલ. જંગલી પશુઓની ત્યાં તીણી ચીસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com