________________
૧૨ રામ તરતજ પાછા ફર્યા. જુએ તે સીતાજી નહિ. તે ચારે બાજુ શોધવા લાગ્યા. એ સીતાજી! તમે કયાં છે ? ઘડી ભર પણ મારાથી જુદા તમે નહિ પડનારા અત્યારે કયાં ગયા? કેમ બોલતા નથી? શું તમે સંતાઈ મારી મશ્કરી કરે છે! ના ના એવી મશ્કરી કરશે નહિ. ઘણીવાર તેમણે સીતાની શોધ કરી પણ જ્યારે તે નજ મળ્યા ત્યારે બેભાન થઈ જમીન પર પડી ગયા. લક્ષ્મણ યુદ્ધ પૂરું કરી શત્રુ પર વિજય મેળવી પાછા આવ્યા. ત્યાં રામને બેભાન તી. સીતાજીને કેઈ ઉપાડી ગયું લાગે છે. એમ તે તરત સમજી ગયા. તે રામચંદ્રનું મસ્તક ખોળામાં લઈ સારવાર કરવા લાગ્યા ને કહ્યું. મોટાભાઈ ! તમારા જેવા શૂરવીરને આ એગ્ય છે? ઉઠે, ઉભા થાવ, આપણે સીતાજીનું હરણ કરી જનાર એ દુષ્ટને શોધી કાઢી દંડ દઈએ. રામની આંખે ધીમે ધીમે ખુલી ને તે બેઠા થયા. પછી ચાલવા લાગ્યા. આગળ જતાં રાવણ સીતાને ઉપાઈ ગયો છે એવા ખબર મરણું હાલતમાં પડેલા જટાયુએ કહ્યા એથી તેઓ દક્ષિણમાં આગળ વધ્યા.
અહીં તેઓના પરાક્રમ તથા બુદ્ધિચાતુર્યથી અનેક રાજાઓ સાથે દેસ્તી બંધાઈ સુગ્રીવ, જાંબુવાન, હનુમાન ને નળ વગેરે તેમાં મુખ્ય હતા.
આ બાજુ રાવણ સીતાને મનાવવા અનેક પ્રયત્ન કરવા લાગ્યા પણ સતી સીતાનું રૂવાડું ફરકયું નહિ. તેમના મુખમાં તે “રામ” “રામ” એજ શબ્દો નીકળતા હતા. રાવણને કાંઈ ચેન પડતું નહિ. તે ચિંતાતુર રહેવા લાગે. એક વખત તેની પત્ની મંદોદરીએ કહ્યું આપ કેમ ચિંતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com