________________
યના વિષય પર સરસ કાબુ હેવાથી પંડિતના નીચા હરાવ્યો ને તેના પાંચસે વાવટા નમાવ્યા.
યશવિજયજીનું અતુલ સામર્થ્ય જોઈ કાશીના સઘળા પંડિતે પ્રસન્ન થયા અને તેમને ન્યાય વિશારદની પદવી આપી બહુમાન કર્યું.
છેડે વખત ત્યાં રહ્યા પછી યશવિજયજી અને વિનયવિજયજી ગુજરાત તરફ આવવા નીકળ્યા. નીકળતી વખતે પિતાના અધ્યાપક ગુરુને તેમણે જણાવ્યું કે ગુરુદેવ! આપને કદી મારી જરૂર પડે તે આપ ગૂજરાતમાં મને મળશે.
ગૂજરાત તરફ પાછા ફરતાં રસ્તામાં શ્રી યશોવિજયજી દીલ્હી, આગ્રા, વગેરે સ્થળોએ વિહાર કરી જેસલમેર તરફ ગયા. ત્યાં પ્રસિદ્ધ જ્ઞાનભંડાર તેમણે અવલેક અને અનેક ઉત્તમ ગ્રંથનું પારાયણ કર્યું.
મારવાડને વિહાર પૂરો કરી તેઓ ગુજરાતમાં આવ્યા ને અધ્યાત્મ મતપરીક્ષા તથા બીજા કેટલાક ગ્રન્થ રચ્યા. તેમના આ અમુલ્ય જ્ઞાનની કદર કરવા શ્રી વિજય પ્રભસૂરિ નામના આચાર્યો તેમને “ઉપાધ્યાય”ની પદવી આપી - હવે તેમણે ધર્મોપદેશ અને વ્યાખ્યાને દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો. તેમની વ્યાખ્યાન આપવાની શિલી એટલી ઉત્તમ હતી કે સાંભળનાર તેની સાથે એકરસ થઈ જતું. ભાષાની સજાવટ, પ્રસંગોચિત દાખલા દલીલે, તત્ત્વજ્ઞાનને ઉપદેશ અને શાન્તરસ ઉપરના તેમના અદ્ભૂત કાબુથી શ્રોતાઓ ડોલવા લાગતા. તેમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com