________________
શ્રીમદ્ યશોવિજયજી
શ્રાવણ મહિનાના દિવસ હતા. આકાશમાં કાળાં ભમ્મર જેવાં વાદળાં સપાટાબંધ દોડી રહ્યાં હતાં. ઉકળાટ ઘણા થવાથી વરસાદ જરૂર આવવા જોઈએ એવી આગાહી સર્વ કરી રહ્યાં હતાં. એટલામાં ભયંકર ગર્જના એ થવા લાગી. કાન ફેાડી નાખે તેવા ગડડ ગડડ અવાજો થવા લાગ્યા. જાણે હમણાંજ આકાશ તૂટી પડશે એમ લાગવા માંડયું. ઠંડા પવનના સુસવાટા આવવા લાગ્યા. ચમક ચમકે વીજળી ચમકવા લાગી. આકાશમાં ઘનઘાર વાદળાં છવાઈ જતાં સત્ર અંધકાર વ્યાપી .ચૈા. દિવસ છતાં રાત્રિ હાય એમ જણાવા લાગ્યુ.
ઘડી એ ઘડીમાં એક કારમા કડાકાની સાથે ધમાર વરસાદ તૂટી પડસે. સત્ર જમ'ખાકાર થઈ રહ્યું. જયાં જુએ ત્યાં પાણીજ પાણી. હમણાં અટકશે હમણાં અટકશે, એમ કરતાં કરતાં ત્રણ દિવસ થયા પણ વરસાદ બંધ રહેતા નથી. અધ રહે એવાં ચિન્હ પણ જણાતાં નથી. અમદાવાદની એક પાળમાં એક ખાઈ આ ત્રણ દિવસથી ભૂખી-તરસી એસી રહી છે. તેને એવા નિયમ હતા કે પરમ પવિત્ર ભકતામર સ્તત્ર * સાંભળ્યા સિવાય કદી ભેાજન લેવું નહિ, હમેશાં તે ઉપાશ્રયે જઇ ગુરુ પાસેથી સ્તાત્ર સાંભળતી હતી. પણ ત્રણ દિવસથી લાગલગાટ ભારે વરસાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com