________________
તે તેને ભારે શોખ હતો. એણે ફત્તેહપુર સિક્રીમાં એક એકદંડીઓ મહેલ બાંધ્યો હતો અને ત્યાં બધા ધર્મના માણસને બોલાવી જુદી જુદી બાબતો પર ચર્ચા કરાવતે હતે.
એક વખત તે પિતાના મહેલમાં બેસી નગરચર્ચા જોઈ રહ્યો હતો તે વખતે એક વરઘોડે જતો જે. તરતજ પાસે ઉભેલા નેકરને પૂછ્યું: આ ધામધૂમ શેની છે? તેણે કહ્યું જહાંપનાહ! ચાંપા નામની એક શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા છે. એ ઉપવાસ એવા છે કે જરૂર પડે ત્યારે ફક્ત દિવસે જ ગરમ પાણી પી શકાય. બીજી કઈ વસ્તુ મેંમાં નંખાય નહિ. એના ઉત્સવ નિમિત્તે આ વરઘોડો નીકળે છે. છ મહિનાના ઉપવાસ ? કયા બાત હૈ!” અકબરને આ વાત સાંભળી નવાઈ લાગી, કારણકે તે જાણતો હતો કે એક મહિનાના રાજા કરવામાં રાત્રે પેટ ભરીને ખાવાની છૂટ છે છતાં કેવું આકરું લાગે છે! આ તે સાચું કેમ હોઈ શકે ? તેના મનમાં શંકા થઈ અને એ વાતની ખાતરી કરવા બે માણસોને ચાંપાને ત્યાં મેકલ્યા. તેમણે આવીને પૂછયું બહેન ! તમે આટલા બધા દિવસો સુધી ભુખ્યાં કેમ રહી શકે છે? અમે તો એક દિવસમાં ધ્રુજી ઉઠીએ છીએ. તેણે કહ્યું: વીરા! તમારી વાત સાચી છે. આટલા ઉપવાસ કરવા એ ખુબ મુશ્કેલ છે પણ હું તે મારા ગુરુ હીરવિજયજીના પ્રતાપથી સુખે કરી શકું છું. એમણે આવીને બાદશાહને વાત કરી. બાદશાહને થયું કે શું આવો મહાપુરુષ પણ અત્યારે છે? એ વાતની ખાતરી કરવા તેમણે ગુજરાતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com