________________
તેણે પિતાના પ્રધાને તૈયાર કર્યા ને એક શ્વક આપી ગુરુમહારાજ આગળ મોકલ્યા.
પ્રધાનેએ આવીને ગુરુમહારાજને પેલો લેક કહ્યો કે – “છાયા કારણ શિર ધર્યો, જે પત્ર ભૂમિ પર પડે,
પડવાપણું એ પત્રનું, એમાં વટતરૂ શું કરે.” (મુસાફરને છાયા આપવા વૃક્ષોએ પિતાના માથે પાંદડાં ધારણ કર્યો. પણ ત્યાંથી તે ખરી પડે એમાં વૃક્ષ શું કરે?)
ગુરુ એને ભાવાર્થ સમજી ગયા ને બોલ્યા કે, “પ્રધાન! રાજાને જઈને કહેજો કે ધર્મરાજના દરબારમાં આવી જે આમરાજા પોતે આમંત્રણ કરશે તે મારી પ્રતિજ્ઞા પૂરી થશે ને હું આવીશ. પ્રધાને જઈને આમરાજાને વાત કરી. એટલે ગુરુને તેડવા જવા તૈયાર થ. શત્રુની રાજધાનીમાં જવામાં જોખમ હતું, પણ ગુરુમતિ આગળ એ જોખમ કઈ વિસાતમાં ન ગણ્ય. વેશ બદલી થોડા માણસોને લઈને ધર્મરાજના નગરમાં આવ્યું. પછી રાજસભામાં આવ્યું. તેને આવતે જોઈ ગુરુએ કહ્યું : આમ! આ. બીજા સમજયા કે ગુરુએ જગા બતાવવા કહ્યું. ગુરુએ તે આમને આવકાર આપ્યા હતા. પછી આમ રાજાના એક માણસે ગુના હાથમાં પત્ર મૂકો. તેમાં લખ્યું હતું કે “આમ રાજા ગુરુજીને પધારવા વિનંતિ કરે છે.” એટલે પત્ર આપનારને ધર્મરાજાએ પૂછયું કે “આમ રાજા કે છે?” તેણે કહ્યું કે જેવા આ સેદાગર બેઠા છે તેવા જ રૂપરંગે આમરાજા છે. આમરાજાના હાથમાં એ વખતે બીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com