________________
છે. ચૈત્યવંદન પૂરૂ કરી તેમણે પૂછ્યુ કે ક્યાંથી આવે છે ? પરદેશથી.” એ હાથ જોડી વિનયથી કુમારે ઉત્તર આપ્યા.
૮ લાગા છે. કાઈ ક્ષત્રિયકુમાર ? '
• હાજી, આપનું અનુમાન સાચુ' છે. ' • અને આપનું નામ ? ’
કુવરે એ પ્રશ્નને જાવખ ન આપ્યા પણુ ખડી વતી લખી ખતાવ્યું, આમકુમાર.’ અપ્પભટ્ટીસૂરિને એના પ્રત્યે માન થયું. એમણે બીજો સવાલ પૂછ્યા, “ કચેા મનારથ સિદ્ધ કરવા આ કુમળી વયમાં ફરવું પડે છે ?”
સ્વમાન.’ આમે ગંભીરતાથી જવાખ આપ્યા અને ઉમેર્યું કે હાલ તા એની સિદ્ધિ સિવાય બીજો કાંઇ ઉદ્દેશ નથી.’
અપ્પભટ્ટીજીને આ જવાખથી ખુષ આનંદ થયા. ભવિષ્યમાં પરાક્રમી રાજા થશે એવું અનુમાન બાંધ્યું; અને સાથેજ ધર્મપ્રચારમાં રાજસત્તા કેટલી મદદગાર છે એ વિચાર આવતાં તેને પેાતાના સહવાસમાં લેવાનું ઉચિત માન્યું. તે મેલ્યા: મહાનુભાવ ! સ્વમાનસિદ્ધના મૂળ સૂત્રા, સાન ને પુરુષાર્થ અહીં શીખવાનાં મળે તા?
“ તા આગળ જવા વિચાર નથી. ” આમે જવામ આપ્યા.
હવેથી આમ અપ્પભટ્ટીજી પાસે રહેવા લાગ્યા ને અનેક જાતનું જ્ઞાન મેળવવા લાગ્યે. અપ્પભટ્ટીજીના જ્ઞાનથી પ્રસન્ન થઇ તે એક વખત એલ્યે ગુરૂદેવ ! જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com