________________
ભયથી કદાચ ઊંચે ચઢી જાય, તે આ નીસરણ ઉપર ચઢી તેને પકડી શકું ને નીચે ઉતારૂં. કદિ જળમાં ડુબકી મારે તે જાળથી ખેંચી કાઢે, અને પૃથ્વીમાં પેસી જાય તે કદાળાથી માટીમાંથી બેદી કાઢે. જે વાત કરતાં હારીને સેંય પર સ્તબ્ધ થઈને બેસી રહે તે ઘાસનું તરણું આ પુળીમાંથી ઝટ કાઢી તેના દાંતે લેવડાવું રાજસભામાં બેઠેલા બધા પંડિતે આ સાંભળીને સડક જેવા થઈ ગયા. સિદ્ધોનનાં અભિમાનપૂર્ણ વચને સાંભળી સર્વનાં માન ગળી ગયાં. તેઓ પિતાનાં ઝાંખાં પડેલાં મુખ સંતાડવા લાગ્યા.
પણે પંડિતજી ! ધારે કે વાદમાં આપ જ હાથ તે શું કરે?” રાજાએ ધીમે રહીને પૂછયું.
સિદ્ધસેન સિંહની પેઠે ગર્જના કરીને બેઃ “ હારૂં? આ સિદ્ધસેન હારે? ત્યારે તે થઈ રહ્યું ! રાજા! સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરૂ પર્વત ડેલવા લાગે અને આકાશ પાતાળ એક થઈ જાય પણ સિદ્ધસેન કદિ હારે નહિ. સિદ્ધસેન અજેય છે. સિદ્ધસેન અપ્રતિમલવાદી છે. પણ હા રાજન ! તારા પ્રશ્નને જવાબ આપવો જોઈએ. મને કેઈ હરાવે તે તેને હું શિષ્ય થઈ જાઉં. જીદગીભરને માટે તેને સેવક બનું.”
શાબાશ, શાબાશ. આપે આપના ગર્વને છાજે તેવીજ પ્રતિજ્ઞા લીધી છે” રાજાએ કહ્યું.
“રાજન ! હવે તારી સભામાં જે પંડિત હોય તેમને લાવ મારી પાસે. તારે હરામને દરમા ખાનારા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com