________________
૧૫
ખેદાનમેદાન થઈ જાત. રાજા દેવપાળ રસ્તાને રઝળતે ભીખારી થઈ જાત ” એમ કહેવા લાગ્યા. દેવપાળને ગુરુ પર અગાધ શ્રદ્ધા બેઠી. ગુરુ પાસે તેણે જનધર્મ અંગિકાર કર્યો. જે રાજા તેવી રૈયત' એ હિસાબે પ્રજા વર્ગમાં પણ ઘણા લોકોએ રાજધર્મને સ્વીકાર કર્યો. દેવપાળે પ્રજાસમૂહની વચ્ચે સિદ્ધસેનસૂરિને “દિવાકર”ની પદવી આપી. લેકેએ ઘષ કર્યો. “સિદ્ધસેન દિવાકરસૂરિની જય હે, આકાશના પ્રત્યેક પરમાણુમાં પડઘો પડયે “સિદ્ધસેન દિવાકર સૂરિની જય હો.”
સિદ્ધસેન દિવાકરસૂરિને યશ બીજના ચંદ્રમાની જેમ વધવા લાગ્યું. રાજા દેવપાળ અને તેની સર્વ પ્રજા સુરિજીની પાછળ ગાંડી બની. રાજાએ વિચાર્યું કે આવા પ્રભાવવાળા ગુરુ વારંવાર મળતા નથી. માટે તેમને કાયમને માટે આપણી પાસે રાખવા. તેણે ગુરુને આગ્રહપૂર્વક વિનંતિ કરી કે “પ્રભે! કૃપા કરી આપ અત્રેજ રહેવાનું રાખે.” સિદ્ધસેન સૂરિ હવે ત્યાં જ રહેવા લાગ્યા. રાજાએ અહોનિશ તેમની સેવાભક્તિ કરવા માંડી. તેમના રાજ્યના દરેક અધિકારીને આજ્ઞા ફરમાવી દીધી.દિવાકરસૂરિ પણ પિતાને મળતા અધિકાધિક માનથી પ્રફુલ્લ રહેવા લાગ્યા. મોટા મેટા રાજાએ પોતાના ચરણમાં શિર ઝુકાવે છે તે જોઈ તેમને સહજ ગર્વ થશે. તેઓ આચારકિયામાં કંઈક શિથિલ થયા. રાજાએ પ્રતિદિન ગુરૂને દરબારમાં આવવાને માટે સુંદર પાલખી કરાવી. જ્યારે તે પાલખીમાં બેસી નીકળતા ત્યારે રાજસેવકો ચમ્મર ઉડાડતા ને સૂરિજીની જયના પિકાર કરતા. સૂરિજી ભૂલી ગયા કે પરિગ્રહત્યાગી સાધુઓને તે પગપાળાજ ચાલવાનું હોય. પાલખી, ચમ્મર આદિ મેજશેખનાં સાધને સાધુને ન ખપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com