________________
એક ખભે લાંબી નીસરણી ભરાવી ને બીજે ખભે જાણ ભરાવી. વળી એક હાથમાં કેદાળ લીધે અને બીજા હાથમાં ઘાસની પુળી લીધી. લેકે મશ્કરી કરે તેવા વેશમાં તે ચાલ્યા. ચાલતાં ચાલતાં દક્ષિણ દેશમાં કર્ણાટકના રાજદરબારે પહોંચ્યો. ત્યાં જઈ તેણે હાક દીધીઃ “હે રાજન ! તારા રાજ્યમાં મારી સાથે વાદવિવાદ કરે તેવો કઈ માડીજાયે હોય તે બેલાવ મારી સામે. આજે તેના ગર્વને ચૂરો કરવાને માળવેશ્વર વિક્રમાદિત્યને માનીતે પંડિત સિદ્ધસેન આવી પહોંચ્યા છે.”
પંડિત સિદ્ધસેનનું નામ અહીં સારી રીતે જાણીતું હતું. તેને જીતવાની કોઈની હામ નહતી. કર્ણાટકની રાજસભાના પંડિતે તે તેનું નામ સાંભળીને ઠંડા થઈ ગયા. સિદ્ધસેન એટલે પંડિતમાં વાઘ જે. કેની તાકાત હોય કે તેની સામે વાદ કરવાની હિમ્મત ભીડે?
મહારાજાએ તેનું ગ્ય સન્માન કર્યું. પછી તેણે વિનયપૂર્વક પૂછયું કે પંડિતજી! આપના દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ. પણ હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આપે આ વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે? આ નીસરણ વગેરે કેમ રાખેલ છે તે કૃપા કરીને સમજાવશે?
સિદ્ધસેને કહ્યું છે, તમને આવા વેશથી આશ્ચર્ય શાનું થાય છે? જુઓ, હું બધી વિદ્યાઓ ભર્યો છું. તેના બેજાથી વખતે મારું પેટ ચીરાઈ જાય એ ભયથી હમેશા હું પેટે પાટા બાંધી રાખું છું. નીસરણી રાખવાનું કારણ એ છે કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com