________________
કે વૃદ્ધવાદી મહારાજ જીત્યા. આ પંડિત તે સમજણ ન પડે તે ખાલી લવારો જ કરી જાણે છે, અને આચાર્ય મહારાજ તે કાનને મધુર લાગે તેવું ઘણું સરસ ગાય છે!
પ્રતિજ્ઞાથી બંધાએલ સિદ્ધસેન બે કે ગુરુજી! હું મારી હાર કબુલ કરું છું. મને આપને શિષ્ય બનાવે. - આચાર્ય બેલ્યાઃ સિદ્ધસેન ! આ કાંઈ આપણે વાદવિવાદ ન કહેવાય. ગવાળને પાંડિત્યની શી કિસ્મત! આપણે પંડિતની સભામાં વાદવિવાદ કરીશું. આપણી ખરી હારજીત ત્યારે જ નક્કી થશે.
સિદ્ધસેન અભિમાની હતે પણ સાથેજ એકવચની હતું. તેણે કહ્યું નહિ ગુરુજી! આપ સમયને ઓળખી શકે છે. આપ ખરેખર જીત્યા છે, મને આપને શિષ્ય બનાવે,
આમ છતાં આચાર્ય સિદ્ધસેનની સાથે ભરૂચ આવ્યા. ત્યાની રાજસભામાં બન્ને વચ્ચે ભારે વાદવિવાદ થયે. ત્યાં પણ સિદ્ધસેનની હાર થઈ. પછી વૃદ્ધવાદીએ સિદ્ધસેનને દીક્ષા આપી પિતાને શિષ્ય બનાવ્યું. તેનું નામ કુમુદચંદ્ર રાખ્યું.
સિદ્ધસેન મહાસમર્થ પંડિત હતા. ઘણુંજ છેડા સમયમાં તેમણે જૈનશાસ્ત્રોને અભ્યાસ કરી લીધું. તેમનું જ્ઞાન જોઈ ગુરુજીએ તેમને “સર્વજ્ઞપુત્રનું બિરુદ આપ્યું. કેટલાક વખત પછી તેમને આચાર્ય બનાવ્યા અને કુમુદચંદ્ર નામ બદલી સિદ્ધસેનસૂરિ નામ રાખ્યું.
સિદ્ધસેનસૂરિ હવે વિદ્યાનું જરાપણું અભિમાન ક્ય સિવાય પિતાના પરિવાર સાથે વિચારવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com