________________
સરસ્વતીના અવતાર સમા, તમારા વિદ્યામદનું મર્દન કરવાને સમર્થ શ્રી વૃદ્ધવાદીસૂરિ' પંડિત જવાબ આપે.
છોડાયેલા સાપના જેવ, ધુંધવાતા અગ્નિ જેવ, રણે ચઢેલા દ્ધા જે સિદ્ધસેન વૃદ્ધવાદીને હરાવવાની પ્રતિજ્ઞા કરીને ત્યાંથી નીકળે.
પવિત્ર નર્મદા નદીનાં ઉંડાં નીર વહી રહ્યાં છે. તેના કાંઠે આવેલું ભરૂચ શહેર હમણાં જ નિદ્રામાંથી જાગ્રત થયું છે. ઉષાનાં આછાં અજવાળાં હમણાં જ ઓસર્યા છે. બાલસૂર્ય પિતાનાં રંગબેરંગી કિરણે ફેંકી પૃથ્વીતલને અજવાળી રહ્યો છે. મનુષ્યને અવરજવર વધવા લાગ્યો છે. એવા વખતે સિદ્ધસેન પંડિત પિતાના પરિવાર સહિત ભરૂચ શહેરમાં વૃદ્ધવાદીસૂરિની તપાસ કરતે જેનેના ઉપાશ્રય પાસે આવી લાગ્યું. તેણે એક ગૃહસ્થને પૂછયું. મહાનુભાવ! વૃદ્ધવાદી આચાર્યને ઉપાશ્રય ક્યાં છે?
ગૃહસ્થ કહ્યું: મહાશય ! તેઓશ્રી તે નવકલ્પ વિહારી છે. તેમને કહ૫ પૂરે થવાથી તેઓ આજે પ્રાતઃકાળમાં વિહાર કરી ગયા છે.
ઓહ, મારી બીકે જ તેઓ નાસી ગયા લાગે છે? સિદ્ધસેન બોલ્યો.
તમારી બીકે નાસી જવાનું આચાર્યશ્રીને શું કારણ?” પિલા ગૃહસ્થ પૂછયું.
કેમ નહિ? આ સિદ્ધસેન પંડિતનું નામ સાંભળી ભલભલા ભાગી જાય છે તે આ ડોસાને શે હિસાબ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com