Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 12
________________ - ન . ની રે - - - - - - - - - - - સાધુ માટે આચાસંગ સૂત્ર. શ્રાવક માટે ઉપાસકદશાંગ સૂત્ર. શ્રાવકનાં બાર વ્રતની આ પૂજા છે. ઓગણીસમી સદીના કવિએ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરે આર્ષવાણી રૂપે અર્ધમાગધીમાં ભાખેલા શ્રાવકધર્મને અહીં ચાલુ ભાષામાં ઉતાર્યો છે. અથવા એમ કહીએ કે એ કવિએ ઉપાસકદશાંગ સૂત્રને સંગીતમય ભાવાર્થ અહીં રજૂ કર્યો છે. કાઈ યુગ જ્ઞાન હોય છે, કઈ કર્મને, તો કઈ ભક્તિને હોય છે. પણ એ ત્રણેમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાની કે અજ્ઞાની, રાય કે રંક, સહુ કોઈ એ ભક્તિના તુંબે સરળતાથી ભવસાયર તરી શકે છે. ગુજરાતમાં ભક્તિ ગંગાનું ઝરણું અગિયારમી સદીમાં અવતર્યું. સર્વ ધર્મો એનાથી વ્યાપ્ત બની ગયા. આમ જનતાને જ્ઞાન ને તપ કરતાં ભક્તિ વધુ ભાવી. પંદરમા શતકમાં ભક્તકવિ નરસિંહને સમકાલીન કવિ દેપાલે પ્રભુ ભક્તિનિમિત્ત અર્વાચીન લેકભાષામાં જૈન કવિત્વનું ઝરણું વહાવ્યું ને પ્રથમ સ્નાત્રપૂજા રચી. સત્તરમા શતકના બીજા ચરણમાં શ્રી. સકલચંદ્ર ઉપાધ્યાયે સત્તરભેદી પૂજા નિર્માણ કરી. તે પછી મહાસમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી નવપદપૂજાને શ્રી દેવચંદ્રજી મહારાજે સ્નાત્રપૂજા અઢારમા શતકમાં રચી. ને આપણું કવિરાજ પંડિત પંન્યાસ શ્રી વીરવિજ્યજી ઓગણીસમી સદીમાં થયા; તેમણે એક નહિ પણ અનેક - - - - - - - - - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112