Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 19
________________ “શુભવીર” [પંડિત શ્રી. વિવિજ્યજી મ.] પ્રસિદ્ધ પૂજાગીતકાર, પંડિત કવિ પંન્યાસ શ્રી વીરવિજ્યજી જેઓએ શુભવીરના તખલ્લુસથી પિતાની મેટા ભાગની કૃતિઓ રચી છે, તેઓ ઓગણીસમી સદીના જાણીતા સ્તુતિસ્તોત્રકાર, આખ્યાનકાર, રાસ ને કીર્તનકાર હતા. જૈનેના દયારામ તરીકે તેઓ વિખ્યાત હતા. તેઓએ પોતાની સંખ્યાબંધ કૃતિઓથી એ વખતના પદ્ય સાહિત્યને સભર કર્યું છે. આ સ્વનામધન્ય કવિવરને જન્મ ગુજરાતના પાટનગર અમદાવાદમાં, ઘીકાંટા આગળ, શાંતિદાસના વાડામાં બ્રાહ્મણ કુટુંબમાં થયે હતો. તેઓનું નામ કેશવરામ હતું. પિતાનું નામ જટેસર ને માતાનું નામ વિજયાદેવી હતું. કેશવરામને રળિયાત નામની પત્ની હતી. કેશવરામ એક વાર બહારગામ ગયા. મનમેળ આત્માને પાછાં વળતાં અતિ મોડું થયું. માતાએ ખિજાઈને ઠપકે આપ્યો. જુવાન કેશવરામથી આ ઠપકે સહન ન થયું. એ રેચકા ગામે ગયા ને ત્યાં રહ્યા. વારસામાં ઊતરી આવેલી વિદ્યા એમની આજીવિકા માટે પૂરતી હતી. માતાના વાત્સલ્ય ફરી વિજય મેળવ્યું, પણ કેશવનું અંતર વૈરાગ્યવાસિત થયું હતું. એ વખતે અમદાવાદ સુપ્રસિદ્ધ જૈનપુરી લેખાતી, ને રાજનગર તરીકે વિખ્યાત હતી. અમદાવાદમાં શેઠ હેમાભાઈની, શેઠ પ્રેમાભાઈની, શેઠ હઠીભાઈની જાહોજલાલીને સમય ચાલતો હતો. મુંબઈમાં શેઠ મેતીચંદ અમીચંદ વગેરે અગ્રગણ્ય હતા. વિદ્વાન જૈન સાધુઓ પણ ધર્મની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112