Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 17
________________ કવિરાજનું નિખાલસ અંતર તે જુઓ. એ સાધુને ચિંતામણિરત્ન કહે છે, તે શ્રાવકને સુરતરુ કહીને બડભાગી બતાવે છે. કવિ સંસારની નિંદા નથી કરતા. એ જાણે છે કે એ પંકમાં જ પંકજ ઊગે છે, ઊગ્યાં છે, ને ઊગવાનાં છે. તેથી જ કવિવર 'ધન્યવચન ઉચ્ચારે છે: નીયાજ્જિર શ્રાવવવવૃક્ષ શ્રાવક સુરતરુ ચિરંજીવ છે !' અંતે આ પુસ્તકમાં અતિ ઝડપના કારણે અને અન્ય પ્રવૃત્તિઓમાં મગ્ન હોવાને લીધે અનેક ક્ષતિઓ રહી ગયાને સંભવ છે. સંપૂર્ણ જ્ઞાની તે એક સર્વજ્ઞ છે. બાકી બધા ભૂલને પાત્ર છે. આ કૃતિના દોષ તરફ જે કઈ મહાનુભાવ આંગળી ચીક્ષાનું પુણ્ય કરશે, તો અમે તેના આભારી થઈશું. આ બધી પ્રવૃત્તિઓમાં અંતરનો એકતારે એક જ વાત ગુંજતો રહ્યો છે જે વાઇડ્રન તિહુતિ તરત જછતિ . ભાવ જ ભવ વધારનાર ને ભાવ ઘટાડનાર છે. શુભ ભાવથી કરેલું કાર્ય ક્યારે દુર્ભાવ કે દુર્ગતિ માટે થતું નથી, બલ્ક કલ્યાણસાધક બને છે, એ અમારા અંતરે શ્રદ્ધા છે. આ પુસ્તિકા તૈયાર કરવામાં કેટલાક ગ્રથને ઉપયોગ કર્યો છે. ખાસ કરીને ભાવનગરથી પ્રગટ થયેલ “સાર્થ બાર વ્રતની પૂજાને તથા અમારા સ્નેહી માસ્તર જશવંતલાલે પ્રગટ કરેલ “પૂજાસંગ્રહ” વગેરેને અર્થશુદ્ધિ ને પાઠશુદ્ધિમાં ખાસ લાભ લીધો છે, તે સહુના અમે ઋણી છીએ. ચંદ્રનગર : અમદાવાદ-૭ –જયભિખુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112