Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 15
________________ આજના જીવન–વ્યવહાર જે મોટે ભાગે જૂઠથી ચાલે છે, એને માટે કવિનો આ ટેણો કેવો વેધક છે ! માણસને સ્વસ્થ, શાન્ત ને તંદુરસ્ત રાખનારા જીવનના અનેક આચારે ને વ્યવહારને આપણું પ્રતાપી પૂર્વ– પુરુષોએ ધર્મમાં સામેલ કરી દીધા છે. એની શુદ્ધિ માટે કવિ જ્યાં ત્યાં અંગુલિનિર્દેશ કરે જ છે. રાતે ન જમવું, વાસી ન ખાવું, રથ–ધેડાની વ્યર્થ શરતમાં ન ઊતરવું, ખેટી સાક્ષી ન આપવી, ક્રૂડા તેલ–માપાં ન રાખવાં. અરે, એ વસ્ત્રોના વિવેકની બાબતમાં પણ કથે છે કે – અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ! નહિ ધરીએ મલિનતા વેશ જે.” એક એક વ્રત અને એના અતિચારો વિષે થોડી વાત પણ વિગતથી ચર્ચવા જઈએ, તે ખાસ્સો એક મહાગ્રંથ તૈયાર થાય તેમ છે. એટલે અજબ સારરૂપ વાણીમાં આ પૂજાઓ રચીને, જીવનના ધોરી માર્ગ અને એનાં જોખમ સામે લાલબત્તી દેખાડનાર મનમીઠા કવિ મયૂરને જ ટહુકવા દઈએ. અમે તે એમની મસ્તભાવભરી બેચાર ગીતપંક્તિઓને યાદ કરીને વિરમીશું: નહિ વાર અચળ સુખ સાધતે, ઘડી દય મળે જે એકાતે!” હે પ્રભુવર ! ઉરના એકાંતમાં આપ બે ઘડી જેટલા વખત માટે પણ પગલાં કરે, તે મુક્તિસુખસાધના કંઈ બહુ દૂર નથી ! ભક્તની સાક્ષાત્કારની કેવી તમન્ના! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112