________________
અતીતનાં અજવાળામાં
- રાજાએ સાશ્ચર્ય પ્રિયક તરફ જોયું અને કહ્યું: શ્રિયક! શું ખરેખર શકટાલ રાજદ્રોહની તૈયારી કરી રહ્યા હતા ?'
શ્રિયકે ધીરેથી કહ્યું: “રાજન ! જે વાસ્તવિક હોય છે તે સત્ય નથી હોતું, જે રાજા સમજે છે તે જ સત્ય હોય છે. જો કે શકટાલ રાજભક્ત હતા તે પણ આપે તેમને રાજદ્રોહી સમજી લીધા હતા.”
રાજા : “શ્રિયક! શું વાત કરે છે? રાજ્ય સામે બળવે કરવાની તૈયારીઓ શું તમારે ત્યાં નહાતી ચાલતી? શું એ ખોટું છે?”
શ્રિયક : 'એ તૈયારીઓ રાજ્યવિપ્લવની નહિ પરંતુ મારા લગ્નની થઈ રહી હતી. કિન્તુ કેટલીક દુષ્ટ વ્યક્તિઓએ નાહક આપના કાન ભંભેર્યા હતા. મહામંત્રીનું બલિદાન આપ્યા વિના આપના મનને ભ્રમ દૂર કરી શકાય તેમ નહોતું. સમજાવવા છતાં પણ આપ સમજી શકે તેમ ન હતા. આથી મારે આપના ચરણે પર એમનું બલિદાન ચડાવવું પડયું.'
રાજ: “શ્રિયક! ભૂલમાં જ મહામંત્રી ચાલ્યા ગયા!” રાજાએ શ્રિયકને ચૂમી લીધે. તેની નિમણૂક મંત્રીપદ પર કરી.
દરેકને મુખે શકટાલની રાજ-ભક્તિ, પ્રજàમ, કુશળ રાજ-નીતિજ્ઞતા અને સાચી ધાર્મિક ભાવનાની ચર્ચા થઈ રહી હતી.
– ઉત્તરધ્યયન, લક્ષ્મીવલ્લભની ટીકા. અ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org