Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
View full book text
________________
અતીતનાં અજવાળાં
એક દિવસ તે એક રાજા પાસે પહોંચ્યા. પોતાને જ્યાતિષ શાસ્ત્રના નિષ્ણાત તરીકે ઓળખાવી તેણે રાજપુરાહિત પદ પ્રાપ્ત કર્યું. તેના મનમાં જૈન સંધ પ્રત્યે વેર લેવાની ભાવના ઊછરી રહી હતી. જુદા જુદા સમયે રાજા સમક્ષ તે જૈન સંધની નિદા તથા ટીકા કર્યાં કરતા.
૨૦૧
:
એક વાર આચાર્ય ભદ્બાહુ સ્વામી પોતાના શિષ્યા સાથે ત્યાં પધાર્યાં. તે જ સમયે રાજાને ત્યાં પણ પુત્ર-જન્મ થયો. વારાહ મિહિરે જન્મ-પત્રિકા બનાવી અને કહ્યું : આ કુમારનું આયુષ્ય સા વતુ છે.' ખીજા જ્યાતિષીઓએ પણ તેનું સમર્થાન કર્યું નગરમાં અત્યંત ઉત્સાહથી જન્મેાત્સવ મનાવવામાં આવ્યા. બધા જ નગરજને વધામણી આપવા રાજા પાસે ગયા.
:
વારાહમિહિરે રાજાને કહ્યું : ‘ જુઓ ! નગરના સૌ કોઈ આવ્યા છે. પરંતુ જૈનસધના આચાર્ય ભદ્રબાહુ જ નથી આવ્યા. એમ લાગે છે જાણે આપને ત્યાં પુત્ર અવતર્યાં તેને એમના મનમાં આનંદ જ નથી. એમણે આપની પાસે ન આવીને અપરાધ કર્યા છે, જેને દંડ એમને મળ્યે જ જોઇ એ.’
રાજાએ મંત્રીને મોકલીને પૂછાવ્યું કે આપ રાજકુંવરની વધામણી આપવા કેમ ન આવ્યા ?'
ભદ્રબાહુએ કહ્યું : મંત્રીજી! હું જરૂર આવત, પરંતુ જે પુત્રની આવરદા ફક્ત સાત જ દિવસની હોય તેના જન્મને ઉત્સવ શુ ઊજવવાના હૈય ? ’
મંત્રી : ‘ મુનિજી ! આપ ખેડું કહી રહ્યા છે. વારાહમિહિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234