________________
આ સ્થૂલિભદ્ર
આ સ્થૂલિભદ્ર જૈન જગતમાં એવા ઉજ્જવળ નક્ષત્ર સમાન છે કે જેના જીવનતેજથી આજે પણ લેાક-જીવન પ્રકાશિત છે. મંગલાચરણમાં ત્રીજા મગળ રૂપે એમનું સ્મરણ કરવામાં આવેલ છે.
તે મગધની રાજધાની પાટલિપુત્રના રહેવાસી હતા. તેમના પિતાનું નામ શકટાલ હતું, જે નંદ સામ્રાજ્યના મહામંત્રી હતા. તેઓ વિશિષ્ટ પ્રતિભાના માલિક અને રાજનીતિના પ્રખર જાણકાર હતા. જ્યાં સુધી તે વિત રહ્યા ત્યાં સુધી નદ સામ્રાજ્યને વિકાસ ઉત્તરાત્તર થતા રહ્યો.
સ્થૂલિભદ્રના નાના બંધુ શ્રેયક હતા. મક્ષા વગેરે સાત બહેનો હતી. સ્થૂલિભદ્ર જ્યારે યૌવનના ઉંબરે પહોંચ્યા ત્યારે તે સમયની મહાન રૂપસુંદરી કેશા ગણકાની રૂપજાળમાં ફસાઈ ગયા. મહાપંડિત વરરુચિનાં કાવતરાંથી શ્રેયકને હાથે શકટાલનું મૃત્યુ થયું. મંત્રીપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org