Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૬ અતીતનાં અજવાળાં શાસ્ત્રાર્થમાં પરાજિત થઈને કઈ પ્રતિવાદી જે પાતાળમાં ચાલ્યો જાય તે હું કેદાળીથી જમીન ખોદીને તેને બહાર કાઢી લઉં, જે પાણીમાં નાસી જાય તે જાળ નાંખીને તેને બહાર કાઢી લઉં, જે આકાશમાં ઊડી જાય તે સીડી ઉપર ચડીને તેને નીચે ઉતારી લઉં.' આટલે અહંકાર હોવા છતાં પણ તેમણે એક પ્રતિજ્ઞા લઈ રાખી હતી કે જે તેમના વિનય અને જ્ઞાન-તૃષાની સાક્ષી હતી. એ પ્રતિજ્ઞા હતી : “જેના દ્વારા ઉચ્ચારાયેલ વાક્યને અર્થબોધ હું નહિ કરી શકું તેને શિષ્ય બની જઈશ.’ આ પ્રતિજ્ઞાએ એમના જીવનની દિશા જ બદલી નાંખી. - એક વાર પાલખીમાં બેસી તેઓ રાજમહેલથી ઘેર જઈ રહ્યા હતા. પાલખીની સાથે સેંકડે માનવીઓ પણ હતા. જેઓ “સરસ્વતી’– કંઠાભરણ, વૈયાકરણપ્રવણ, ન્યાયવિદ્યાવિચક્ષણ, વાદિમતંગજ કેસરી’ વગેરે બિરદાવળીઓથી વાતાવરણને ગજાવી રહ્યા હતા. તે સમયે શ્યામ રંગને એક જબરજસ્ત હાથી પાગલ થઈ ગયે હતું જે પ્રજાને પોતાના પગથી કચડતો આવી રહ્યો હતો. રાહુ બૂમો પાડવા લાગ્યા : ભાગો, દોડ, પકડો.” બિરદાવલી બોલનારા અને પાલખી ઉઠાવનારા બધા જ છૂમંતર થઈ ગયા. રાજપુરોહિત હરિભદ્ર એકલા જ રહી ગયા. તેઓ તે સમયે એક ઉપાશ્રય પાસે ઊભા રહ્યા. સાવીઓ સ્વાધ્યાય કરી રહી હતી. એમના મુખોથી એક ગાથાનાં ઉચ્ચારણ સરી રહ્યાં હતાં : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234